વોશિંગ્ટનઃ જો તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાની સમસ્યા ડાયાબિટીસ ટાઈપ-ટુના કારણે હોય તો તેના નિવારણ માટે વિજ્ઞાનીઓએ એક ચાઈનીઝ હર્બ વિકસાવ્યું છે. દસ ચાઈનીઝ હર્બ્સનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવેલી તિયાન્કી નામની દવાથી ડાયાબિટીસ થતો અટકાવી શકાતો હોવાનો દાવો યુનિવર્સિટી ઓફ શિકાગોના રિસર્ચરોનો છે. લોહીમાં થોડું શુગર-લેવલ વધવા લાગ્યું હોય એવા પ્રિ-ડાયાબિટીક દર્દીઓ પર પ્રયોગ કરીને આ તારણ કાઢવામાં આવ્યું છે. આ હર્બ લોહીમાંના ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતરણ કરવામાં મદદ કરે છે અને શુગર-લેવલ વધતું અટકાવે છે.