ભારત ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને

Wednesday 13th May 2015 06:49 EDT
 

દુબઈઃ છેલ્લા એક વર્ષથી ટેસ્ટક્રિકેટમાં સતત નબળા પ્રદર્શનને કારણે ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં સાતમા ક્રમાંકે ફેંકાઇ ગઇ હતી. જોકે હવે સોમવારે આઈસીસી દ્વારા જાહેર કરાયેલી ટેસ્ટ રેન્કિંગમાં ભારતે થોડીક આગેકૂચ કરીને ચોથું સ્થાન મેળવ્યું છે.
જોકે ભારતના રેન્કિંગમાં સુધારાનું કારણ ટીમ ઇંડિયાનો દેખાવ કારણભૂત નથી, તેણે અન્ય ટીમોની નબળાઇને કારણે આ સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમ ગત જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ ૦-૨થી હારી ગયા બાદ એક પમ ટેસ્ટ મેચ રમી નથી, પણ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડના ટેસ્ટ રેન્કિંગમાં ખરાબ પ્રદર્શનને કારણે ભારતને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે.


comments powered by Disqus