આ સંશોધકો કહે છે કે ટમેટાંને લાલ રંગ આપતું લાયકોપેન નામનું ખાસ પ્રકારનું કમ્પાઉન્ડ રક્તવાહિનીઓની અંદરની ત્વચા કોમળ રાખે છે. રક્તવાહિનીઓ સાંકડી થઈને રક્તભ્રમણમાં અવરોધ પેદા કરતી એથરોસ્કલેરોરિસ નામની સમસ્યા થવાનું રિસ્ક ઘટી જાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કાચાં લાલ ટમેટાંમાં વધુ સારી માત્રામાં લાયકોપેન હોય છે, પણ ઈટલીના વૈજ્ઞાનિકો કહે છે કે કાચાં કરતાં રાંધેલા ટમેટાંનું આ રસાયણ શરીર માટે વધુ પાચક હોય છે.