લંડન: ભારતના પૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન બોક્સર વિજેન્દર સિંહે શાનદાર પુનરાગમન કરતાં મિડલવેઇટ પ્રો-બાઉટમાં ઇંગ્લેન્ડના સોન્ની વ્હિટિંગ સામે ત્રણ રાઉન્ડના મુકાબલામાં જીત મેળવી હતી. પહેલી વાર પ્રોફેશનલ ફાઇટમાં ઊતરેલા વિજેન્દરે વિજય મેળવી આ ક્ષેત્રે પોતાની કાબેલિયત સાબિત કરી છે.
પ્રથમ રાઉન્ડમાં વિજેન્દરે સોન્નીને જોરદાર પંચ લગાવ્યા હતા. પ્રથમ રાઉન્ડ પોતાનાં નામે કર્યા બાદ બીજા રાઉન્ડમાં વિજેન્દરે પોતાની લીડ યથાવત્ રાખીને જોરદાર પંચ લગાવી સોન્નીને રિંગના કોર્નરમાં ધકેલી દઈ બીજો રાઉન્ડ જીતી લીધો હતો. બે રાઉન્ડમાં જીત મેળવનાર વિજેન્દરે બીજા રાઉન્ડમાં પણ જોરદાર પંચ લગાવી જીત મેળવી હતી.