ડાયાબિટીશ ભીતિ નિવારણ અભિયાન

Tuesday 14th July 2015 15:54 EDT
 

'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' અને સંગત સેન્ટર દ્વારા આગામી તા. ૧ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સંગત સેન્ટર, સેનક્રોફ્ટ રોડ, અોફ લોકેટ રોડ, હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ઝી ટીવી પર રજૂ થતા 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને જાણીતા પત્રકાર શ્રી ધૃવ ગઢવી પોતાના અનુભવો રજૂ કરશે. તો બીજી તરફ જાણીતા કાર્ડીયોલોજીસ્ટ અને એક્ન અોન સુગરના સદસ્ય ડો. અસીમ મલ્હોત્રા ડાયાબિટીશ અને આપણા આરોગ્ય વિષે પ્રવચન આપશે. ડો. અસિમ એકેડેમી અોફ રોયલ કોલેજના કન્સલ્ટન્ટ ક્લીનીકલ એસોસિએટ તરીકે સેવાઅો આપે છે અને તબીબી જગતમાં વ્યાપેલી ધારણાઅોને પડકારવા બદલ જાણીતા છે. આપ જો , ડાયાબિટીશના દર્દી, જીપી કે ડાયાબિટીશના નિષ્ણાંત કે ફાર્મસીસ્ટ હો તો આપના વિચારો રજૂ કરવા નમ્ર વિનંતી છે. આપ જો આ અભિયાનમાં ભાગ લેવા માંગતા હો તો આજે જ આપનું નામ કમલ રાવને ફોનનં. 020 7749 4001 ઉપર નોંધાવવા નમ્ર વિનંતી છે.


    comments powered by Disqus