બજેટ ૨૦૧૫- થોડી ખુશી, થોડા ગમ.....કયા વર્ગને શું મળશે?

Monday 13th July 2015 09:25 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નના બજેટમાં પ્રજાના દરેક વર્ગ માટે નાની-મોટી જોગવાઈ કરવામાં આવી છે. થોડા લાભ મળવા સાથે થોડું નુકસાન પણ ભોગવવું પડે તેમ છે. જોકે, વધુ બાળકો ધરાવતા પરિવારો અને ઓછી કમાણી કરતા લોકોના ભાગે ગુમાવવાનું વધુ આવ્યું છે.

યુવાન વર્કર્સ

• એપ્રિલ મહિનાથી પર્સનલ એલાવન્સ વધીને £૧૧,૦૦૦ થવા સાથે કારકીર્દિની નિસરણી ચડતાં વર્કરને વધુ ટેક્સ-ફ્રી કમાણી મળશે.

• નવા નેશનલ લિવિંગ વેજના કારણે ૨૫ વર્ષથી વધુ વયના કામદાર એપ્રિલ મહિનાથી પ્રતિ કલાક £૭.૨૦ લઘુતમ વેતન મેળવશે, જે ૨૦૨૦ સુધીમાં વધીને પ્રતિ કલાક £૯ થશે.

• વધુ ૩૦ લાખ એપ્રેન્ટિસશિપનો લાભ મળશે.

• મેન્ટેનન્સ ગ્રાન્ટના બદલે વાર્ષિક £૮,૨૦૦ સુધી લોનની ગણતરી થવાથી ભવિષ્યમાં યુનિવર્સિટી છોડનારાને દેવાંનું ભારણ વધશે.

• જોકે, તેની પુનઃ ચુકવણી લઘુતમ £૨૧,૦૦૦ની કમાણી પછી જ કરવાની થશે.

વાર્ષિક £૨૦,૦૦૦ની કમાણી કરતી સિંગલ વ્યક્તિને

£૯૦નો લાભ

ચાર વ્યક્તિનો પરિવાર

• પર્સનલ એલાવન્સ વધીને £૧૧,૦૦૦ થવા સાથે મોટી રાહત- જો બન્ને વ્યક્તિ કમાતા હોય તો વાર્ષિક £૧૮૦નો લાભ

• વર્કિંગ પેરન્ટ્સને ત્રણ અને ચાર વર્ષના સંતાનની દેખભાળ માટે સપ્તાહમાં ૩૦ કલાકનો નિઃશુલ્ક અધિકાર મળશે • ફ્યુલ ડ્યુટી યથાવત રહેવાથી કાર ફીલીંગમાં ખર્ચ નહિ વધે

• જોકે, ઈન્સ્યુરન્સ પ્રીમિયમ ટેક્સ વધવાથી બિલ્ડિંગ્સ, સામગ્રીઓ, કારની કિંમતો વધશે.

વાર્ષિક £૬૦,૦૦૦ની કમાણી કરતાં પરિવારને

£૧૮૦નો લાભ

 

સ્વ-રોજગારી વ્યક્તિ

• પર્સનલ એલાવન્સમાં વધારો તેમજ નેશનલ ઈન્સ્યુરન્સ(NI) મર્યાદા વધવાથી લાભ

• ડિવિડન્ડ ટેક્સ ક્રેડિટ્સની નાબૂદી અને તેના બદલે £૫,૦૦૦ના ટેક્સ-ફ્રી એલાવન્સથી ગેરલાભ

• બિઝનેસનો અંગત સેવા કે અમ્બ્રેલા કંપની તરીકે ઉપયોગ કરનારા માટે વધુ નિયંત્રણો

• સ્વ-રોજગારી વર્કર્સ માટે NI ચુકવવા માટેની જટિલ પદ્ધતિનું સરળીકરણ

સ્વરોજગારમાં £૪૦,૦૦૦ની કમાણી, બે બાળકો

£૧૭૩નો લાભ

 

સંપત્તિવાન વર્કર્સ

• ઊંચા દરના કરદાતાઓને આરંભના ૪૦ p ટેક્સ રેટની મર્યાદા £૪૩,૦૦૦ થવાથી તેમજ પર્સનલ એલાવન્સમાં વધારાથી લાભ

• જોકે, પેન્શન્સમાં ધરમૂળ બદલાવથી ભવિષ્યમાં પ્રાપ્ત ટેક્સ રાહતની રકમો પર નોંધપાત્ર મર્યાદા આવી જશે

• £૧૫૦,૦૦૦થી વધુ કમાણી કરતા ધનવાનને પેન્શન ભંડોળમાં મૂકાય તેવી £૪૦,૦૦૦ના ફાળાની રકમ ઘટીને વાર્ષિક £૧૦,૦૦૦ સુધી રહેશે

• £૪૦,૦૦૦થી વધુ કિંમતની નવી કાર ખરીદનારને વ્હીકલ એક્સાઈઝ ડ્યૂટીમાં વધારાનો સામનો કરવો પડશે. જોકે, તેમને ચાર વર્ષ સુધી MOT લેવાની જરુર નહિ રહે.

સંયુક્ત £૧૦૦,૦૦૦ની કમાણી કરતું દંપતી

£૨૪૧નો લાભ

૬૫થી વધુ વયના નિવૃત્તો

• વેતન, ફુગાવો કે ૨.૫ ટકામાં વધુ હોય તેને સુસંગત સરકારી પેન્શન વધારવાના વચનથી આવક વધશે. આ ઉપરાંત, £૧૧,૦૦૦ના વધેલા પર્સનલ એલાવન્સથી પણ લાભ થશે.

• £૧,૦૦૦,૦૦૦ની કિંમતનું પારિવારિક ઘર ઈન્હેરિટન્સ ટેક્સની જાળમાંથી બહાર આવી જશે. • જો તેઓ આવક માટે બાય-ટુ-લેટ ઘર પર આધાર રાખતા હશે તો તેમને મોર્ગેજ વ્યાજની રાહતમાં કાપનો સામનો કરવો પડશે. પરિણામે, તેમના બિલ્સમાં વાર્ષિક સેંકડો પાઉન્ડનો વધારો થઈ જશે.

• જોકે, હવે તેઓ એક રુમ ભાડે આપીને £૪,૨૫૦ની રકમના બદલે વાર્ષિક £૭,૫૦૦ ટેક્સ-ફ્રી આવક મેળવી શકશે.

કુલ પેન્શન આવક £૫૦,૦૦૦ હોય તો

£૨૦૬નો લાભ

ઓછી આવક ધરાવતો પરિવાર

• તેમને બજેટમાં £૧૧,૦૦૦ના વધેલા પર્સનલ એલાવન્સથી લાભ થશે, પરંતુ ટેક્સ ક્રેડિટ્સમાં ભારે કાપથી મોટુ નુકસાન પણ થશે.

• વાર્ષિક £૨૦,૦૦૦ની કમાણી હોવાં છતાં બેનિફિટ્સના કારણે ઘેર લઈ જવા પાત્ર રકમ £૨૩,૮૦૦ થતી હતી. હવે ૨૦૧૬થી તેમને આમાં £૨૦૯૪નું નુકસાન થશે.

• બેનિફિટ્સ મેળવવા માટે લંડનમાં આવકની મર્યાદા £૨૩,૦૦૦ અને અન્યત્ર £૨૦,૦૦૦ ગણાશે.

• ટેક્સ ક્રેડિટ્સ પાછી ખેંચવાની મર્યાદા £૬,૪૨૦ હતી તે હવે ઘટાડીને £૩,૮૫૦ કરવામાં આવી છે.

• ૨૦૧૭થી નવા સંતાનો માટે ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ બે બાળક સુધી મર્યાદિત કરવામાં આવી છે.

કામ કરતા એક પેરન્ટની £૨૦,૦૦૦ની કમાણી

£૨,૦૯૪નું નુકસાન


    comments powered by Disqus