ટીમ ઇંડિયા આવતા મહિને ઝિમ્બાબ્વે પ્રવાસે જશે

Wednesday 17th June 2015 06:48 EDT
 
 

હરારેઃ ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે.  ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્રણ વન-ડે, બે ટ્વેન્ટી૨૦ મેચ રમશે. ટીમ ઇંડિયા સાતમી જુલાઈએ રાજધાની હરારે પહોંચશે.
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટર એલિસ્ટર કેમ્પબેલે આ પ્રવાસને સમર્થન આપીને જણાવ્યું હતું કે, આ શ્રેણી અંગે બન્ને દેશના ક્રિકેટ બોર્ડે સહમતિ વ્યક્ત કરી છે. ભારતીય ટીમ સાતમી જુલાઈએ હરારે પહોંચશે અને યજમાન ટીમ સાથે ત્રણ વન-ડે તથા બે ટ્વેન્ટી૨૦ મેચ ટૂંકી શ્રેણી રમશે. ટીમ ૨૦મી જુલાઈએ ભારત પરત રવાના થશે.
તેમણે કહ્યું હતું કે ભારત સામેની આ શ્રેણીનો કાર્યક્રમ નક્કી થઈ ચૂક્યો છે અને ચાલુ સપ્તાહે તેના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવશે. તમામ મેચો હરારેમાં જ રમાશે. ભારતીય ટીમે ૨૦૧૩ના જુલાઈમાં ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડ્યો હતો અને પાંચ વન-ડે શ્રેણીમાં યજમાન ટીમને ૫-૦થી હરાવી હતી.


comments powered by Disqus