એન્ડરસન અગાઉ વન-ડે મેચમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના નામે હતો. ડી’વિલિયર્સે વિન્ડીઝ સામેની ઇનિંગમાં કુલ ૪૪ બોલમાં ૧૪૯ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ક્રિકેટ ચાહકો માટે યાદગાર બની રહેલી આ ઇનિંગમાં તેણે કુલ ૯ ચોગ્ગા અને ૧૬ છગ્ગા ફટકાર્યા હતા. ડી’વિલિયર્સે સૌથી ઝડપી ૧૬ બોલમાં અડધી સદી પણ ફટકારી હતી.
