ઇસ્ટ જેરુસલેમઃ ભારતની ઇઝરાયલ સાથે વધી રહેલી મૈત્રી સામે નારાજ પેલેસ્ટેનિયન વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અહીં હતા, તે દરમિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં વિરોધ દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓના દેખાવને કારણે મુખર્જીના એક કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો. અબુ દીસ સ્થિત અલ-કુદ્સ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને માનદ ડિગ્રીથી સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે સેંકડો વિદ્યાર્થીઓએ ઇઝરાયલ સાથે ભારતના વધી રહેલા સંબંધોની ટીકા કરતા પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.