રાજકોટઃ સુપરસ્ટાર બેટ્સમેનોએ અત્યંત ધીમી બેટિંગ કરતાં રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતને સાઉથ આફ્રિકા સામે ૧૮ રનથી પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો. ડી કોકની સદીને કારણે સાઉથ આફ્રિકાએ ૭ વિકેટે ૨૭૦ રન નોંધાવતા ટીમ ઈન્ડિયાની જીત આસાન લાગતી હતી. આમાં પણ કોહલીની ૭૭ રનની ઈનિંગ અને રોહિત શર્માના ૬૫ તથા ધોનીના ૪૭ રનથી ભારત વિજય તરફ આગેકૂચ કરી રહ્યાનું જણાતું હતું. જોકે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્કેલે ધોનીને આઉટ કરતાં બાજી પલ્ટી હતી. મોર્કેલને ૩૯ રનમાં ચાર વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.