શ્રી સનાતન મંદિર, લેસ્ટરના ૨૦૧૫-૧૬ના પ્રમુખ તરીકે કુ. વિભુતિબેન આચાર્ય ચૂંટાઇ આવ્યા છે. નવયુવાન કાર્યકરોને સમાજ અને મંદિરની જવાબદારી સોંપવા અને નવી યુવાન પેઢીને વહીવટ માટે તૈયાર કરવાના અભિગમ અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષથી મંદિરના પ્રમુખપદે સેવા આપતા શ્રી રમણભાઇ બાર્બરે સ્વેચ્છાએ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. કુ. વિભુતિબેન મંદિરની શીશુકુંજ, ગુજરાતી અને હિન્દુઇઝમની શાળા તેમજ અન્ય જુદીજુદી પ્રવૃત્તીઅો સાથે જોડાયેલા છે. તેઅો મંદિરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઇ આચાર્યના દિકરી છે.
મંદિરના હોદ્દેદારો
પ્રમુખ: કુ. વિભુતિબેન આચાર્ય, ઉપપ્રમુખ: રમણભાઇ બાર્બર MBE -DL, મંત્રી: ભારતીબેન આર. આચાર્ય, સહમંત્રી: કિશોરભાઇ ગોહિલ, ખજાનચી: પ્રવિણભાઇ જગજીવન, સહખજાનચી: કાંતિભાઇ ચુડાસમા, ઇન્ટર્નલ અોડીટર મહેશભાઇ શાહ.
કમિટી સભ્ય: કિરણભાઇ ભટ્ટ, હિમ્મતભાઇ કારેલીયા, કુમુદબેન પટેલ, મૃદુલાબેન શુક્લ, મધુબેન ચૌહાણ, હંસાબેન રમેશભાઇ, નરેશભાઇ વાઘેલા, દિપકભાઇ મિસ્ત્રી, મનોજભાઇ આડતીયા, મીકેશભાઇ નાગર, પ્રીતભાઇ પટેલ, ઉષ્માબેન કોટેચા, લીલાબેન કોયા. કો. અોપ્ટ મેમ્બર: ઇશ્વરભાઇ પટેલ, હરિભાઇ રાઠોડ, કંચનબેન લાલ. ટ્રસ્ટીઝ: ટ્રસ્ટીઝ ચેરમેન: જીવણભાઇ પટેલ, મંત્રી જશવંતભાઇ આર. ચૌહાણ, શ્રી પ્રવીણભાઇ આચાર્ય, ચંદુભાઇ ટાંક, દર્શીતભાઇ ચૌહાણ.
