ભવ્યતમ ૧૫મા એશિયન એચિવર્સ એવોર્ડની શાનદાર ઉજવણી

રુપાંજના દત્તા Thursday 24th September 2015 08:53 EDT
 
1.  બિઝનેસ પર્સન ઓફ ધ યર કેટેગરીના વિજેતા (વચ્ચે) ઈકબાલ અહમદ OBEની સાથે (ડાબે) EY એસ્યોરન્સ સર્વિસીસના પાર્ટનર સંજય ભંડારી અને (જમણે) AAA જજીઝની પેનલના અધ્યક્ષ સર વિન્સ કેબલ  2. લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડના વિજેતા (વચ્ચે) લોર્ડ રુમી વેરજીની સાથે (ડાબે) શાંતિ હોસ્પિટાલિટીના COO કોરોલીન લી અને (જમણે) સાંસદ કિથ વાઝ 3. એચિવમેન્ટ ઈન મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર કેટેગરીના વિજેતા (વચ્ચે) રોમેશ ગુણાસેકરાની સાથે (ડાબે) DJ નીવ અને (જમણે) સનરાઈઝ રેડિયોના મેનેજિંગ ડિરેક્ટર ટોની લિટ
એડિટર્સ ચોઈસ એવોર્ડના વિજેતા બ્યુફોર્ટ સિક્યુરિટીઝ વતી (વચ્ચે) તાહિર અકબરની સાથે (ડાબે) બીબીસી જર્નાલિસ્ટ અને AAA ઉદ્ઘોષિકા સંગીતા માયસ્કા અને (જમણે) AAAના સંસ્થાપક અને પ્રકાશક/તંત્રી સી. બી. પટેલ 
 

રુપાંજના દત્તા
લંડનની પાર્ક લેનસ્થિત ગ્રોવનર હાઉસ હોટેલમાં ૧૮ સપ્ટેમ્બરે આયોજિત ભવ્યતમ કાર્યક્રમમાં સીમાચિહ્ન બની ગયેલા એશિયન એચિવર્સ એવોર્ડના ૧૫મા વાર્ષિક એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતામાં ક્રિકેટવિશ્વના મૂર્તિમંત સ્વરુપ મોઈન અલી, સીક્રેટ સેલ્સના સ્થાપકો નિશ અને સચ કુકડીઆ, લેખક રોમેશ ગુણાસેકરા, અને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત લોર્ડ રુમી વિરજીનો સમાવેશ થયો હતો.
એવોર્ડ્સની રાત્રે નોંધપાત્ર એવોર્ડ વિજેતાઓમાં મિલિટરી ક્રોસ વિજેતા નાયક લાન્સ કોર્પોરલ તુલજંગ ગુરુંગ પણ હતા, જેમને બે સશસ્ત્ર તાલિબાન લડવૈયાનો સામનો કરવા સાથે પોતાના બે સાથીઓની અમૂલ્ય જિંદગી બચાવવામાં અપ્રતિમ શૌર્ય દાખવવા બદલ યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો થીમ "યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ ક્ષેત્ર"માં એશિયનોના પ્રદાન સંબંધિત હોવાના કારણે આ એવોર્ડનું મહત્ત્વ ઘણું વધી ગયું હતું. સમારોહમાં બ્રિટનના આર્મી, નેવી અને એરફોર્સના ઉચ્ચ દરજ્જાના અધિકારીઅો ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિવિશેષ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ માઈકલ ફેલોને હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘બ્રિટિશ એશિયનો દેશની વસ્તીમાં માત્ર ચાર ટકાનો હિસ્સો ધરાવતાં હોવાં છતાં યુકેના જીડીપીમાં છ ટકાનું પ્રદાન કરે છે તે દર્શાવતાં આંકડા મેં જોયા છે. સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, સિનેમા, વ્યંજનો અને ક્રિકેટના ક્ષેત્રોમાં પણ તમારું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. હનિફ કુરેશીથી માંડી અતુલ કોચર, ઝાયન મલિકથી મોઈન અલી સહિતની ઘણી બ્રિટિશ એશિયન પ્રતિભાઓના નામ ઘર-ઘરમાં ગુંજે છે.
‘અને બ્રિટિશ એશિયનો તેમની સફળ થવાની તીવ્ર ઈચ્છા આપણા આર્મ્ડ ફોર્સીસમાં પણ લાવ્યાં છે. ગયા વર્ષે નવી દિલ્હી સ્થિત ઈન્ડિયા ગેટ ખાતે પુષ્પાંજલિ અર્પીને મેં તેમની યાદગીરીનું સન્માન કર્યું હતું. આ વર્ષે, દ્વિતીય વિશ્વ યુદ્ધના ૭૦ વર્ષ પછી પણ આપણે આફ્રિકા, મલાયા, બર્મા અને ઈટાલી સહિતના દેશોમાં ફાસીવાદને ફગાવી દેવા લડનારા લાખો એશિયનોને યાદ કરીએ છીએ.
‘બ્રિટિશ વર્કફોર્સનો ૧૨ ટકા હિસ્સો વંશીય લઘુમતીનો બનેલો છે. આમ છતાં, આપણાં આર્મ્ડ ફોર્સીસમાં તેમનું પ્રતિનિધિત્વ માત્ર સાત ટકા જ છે. આપણે મેટ્રોપોલીટન પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસ કરતાં ઘણાં પાછળ રહી ગયા છીએ, જ્યાં તેમનું પ્રતિનિધિત્વ ૧૧ ટકાથી વધુ છે. આપણે વધુ સારી સ્થિતિમાં આવવું જોઈએ.
‘આ કોઈ પ્રતીકાત્મક-ઔપચારિકતાની કે વધુ એકાત્મક સમાજ રચવાની બાબત નથી. આ તો આપણામાંથી સૌથી તેજસ્વી અને શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવાની વાત છે. આપણે એક રાષ્ટ્ર છીએ. આપણને એક રાષ્ટ્રીય આર્મ્ડ ફોર્સીસની આવશ્યકતા છે, જે તેઓ જેનું રક્ષણ કરી રહ્યાં છે તેવા તમામ લોકોમાંથી લાભ મેળવી શકે....
‘RAF, નેવી અને આર્મી સર્વિસીસમાં તકો વધારવાના પ્રોગ્રામ્સ વિકસાવી રહેલ છે. અમારી પાસે વિવિધ આસ્થાના કર્મચારીઓને સહાયરુપ નેટવર્ક્સ છે. આજે હું ૨૦૨૦ સુધીમાં અમારા ઓછામાં ઓછાં ૧૦ ટકા રીક્રુટ્સ અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય પશ્ચાદભૂ સાથેના હોય તેવી કટિબદ્ધતા જાહેર કરું છું. આપણી તમામ પ્રિય કોમ્યુનિટીઝને સમાજમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવાના વડા પ્રધાનના ‘૨૦૨૦ વિઝન’નું આ મહત્ત્વપૂર્ણ ઘટક છે.
‘સૌ પહેલા તો આપણે આપણા આર્મ્ડ ફોર્સીસનું ગૌરવ ધરાવવું જોઈએ. તેઓ વિશ્વમાં શેતાની દાએશ કટ્ટરવાદીઓ અથવા આક્રમક વિસ્તારવાદી દેશો હોય તેમની સામે સ્વાતંત્ર્ય, સહિષ્ણુતા અને કાયદાના શાસનનું રક્ષણ કરી રહ્યા છે. આ પ્રયાસો બદલ આપણા આંતરરાષ્ટ્રીય મિત્રો આભારી છે.
‘બીજી વાત એ છે કે આર્મ્ડ ફોર્સીસમાં કારકીર્દિ ઉચ્ચ મૂલ્યપૂર્ણ અને ગૌરવશાળી મહત્ત્વાકાંક્ષા હોવાનું આપણે દર્શાવવાનું છે. યુદ્ધમાં લડવા ઉપરાંત પણ, તે મેડિસિન, એન્જિનીઅરીંગ, કાનૂન સહિતના વ્યાપક વિવિધ વ્યવસાયો માટેની બારી ખોલી આપવા સાથે તમારી આ કુશળતાઓનું અમર્યાદ પરીક્ષણ કરવાની તક આપે છે. ઘણી ઓછી કોર્પોરેટ કારકીર્દિઓમાં આવો પડકાર અથવા દિલધડક રોમાંચ ઓફર થાય છે. જો તમે આગળ વધવા ઈચ્છતા હો તો ઘણી ઓછી કારકીર્દિમાં વધુ સારી તક મળે છે.
‘ત્રીજી વાત એ છે કે આર્મ્ડ ફોર્સીસમાં તમારે ઊંચાઈઓ આંબવા પર કોઈ મર્યાદા નથી. આજે લઘુમતી કોમ્યુનિટીઓ અમારા સીનિયર રેન્ક્સમાં ખરેખર લઘુમતીમાં છે, આર્મીમાં કર્નલ, રોયલ નેવીમાં કમાન્ડર અને RAFમાં એર કોમોડોર સહિતના સર્વોચ્ચ રેન્કમાં આશરે ૨૭,૨૩૦ રેગ્યુલર્સમાંથીતેમની હાજરી માત્ર ૬૩૦ ઓફિસરોની છે. આપણે વધુ સારી સ્થિતિ લાવી શકીએ છીએ. આપણને આજના આપણા વિજેતાઓ જેવા રોલ મોડેલ્સની જરૂર છે, જેઓ ઊંચા સ્થાને પહોંચ્યા છે. તેઓ સંભવિત રીક્રુટ્સને દર્શાવે છે કે જો તેમનામાં પ્રતિભા હશે તો તેઓ સફળતા મેળવશે.’
ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સની અદ્ભૂત યજમાની ઈસ્ટેન્ડર્સના સ્ટાર નીતિન ગણાત્રા અને બીબીસીના પત્રકાર સંગીતા માયસ્કા દ્વારા કરાઈ હતી. અમારા હેડલાઈન સ્પોન્સર તરીકે EY હોવાનું અમને ગૌરવ છે. ઉપસ્થિત મહેમાનોમાં નોટી બોય, લોર્ડ જેફ્રી આર્ચર, ગ્રેગ ડાયક ઈન્ડિયાના ઓરિજિનલ સુપરસ્ટાર નીના મેન્યુઅલ તેમ જ શેરી બ્લેર QC, CBE, લંડનના મેયરપદના ઉમેદવાર સાંસદ સાદિક ખાન અને ભારતના હાઈ કમિશનર મહામહિમ રંજન મથાઈ સહિતના વ્યક્તિવિશેષોનો સમાવેશ થયો હતો.
ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સના આયોજક ABPL Group દ્વારા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનો પણ પ્રસ્તાવ કરાયો છે, જેનું લોન્ચિંગ ૨૦૧૬માં થશે. એશિયન ચેરિટી ક્લેરિટી દ્વારા સમર્થિત આ એવોર્ડ્સ બ્રિટન અને સમગ્ર વિશ્વમાં ઉચ્ચ વિચારશીલ અને વર્તમાનમાં સૌથી તાકીદના સામાજિક સમસ્યાઓના ઉકેલ લાવવા સમર્પિત ચેરિટી સંસ્થાઓને વળતરનો બદલો વાળવાનો હેતુ ધરાવે છે.
વર્ષ ૨૦૦૦માં લોન્ચ કરાયા પછી ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ દ્વારા વિવિધ ચેરિટી સંસ્થાઓ માટે લાખો પાઉન્ડ એકત્ર કરવામાં મદદ કરવામાં આવી છે. આ વર્ષે પસંદ કરાયેલા ચેરિટી પાર્ટનર લૂમ્બા ફાઉન્ડેશન છે, જેઓ વિધવાઓ અને બાળકો માટે કાર્યરત છે. ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ તેમના મીડિયા પાર્ટનર્સ તરીકે સનરાઈઝ રેડિયો અને કલર્સ ટીવી હોવાનું ગૌરવ અનુભવે છે.
ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સના સંસ્થાપક સી. બી. પટેલે જણાવ્યું હતું કે, ‘ગત ૧૫ વર્ષમાં એશિયન કોમ્યુનિટીએ ઘણો વિકાસ સાધ્યો છે. આજની રાત્રિના એવોર્ડ્સ આપણો સમુદાય જેની સક્ષમતા ધરાવે છે તે તેજસ્વીતાનું ઉદાહરણ છે. ભલે તે ઉદ્યોગસાહસિકતાનો ગુણ હોય અથવા રમતની ખેલદિલી હોય, કોમ્યુનિટીની સેવા અથવા બિઝનેસમાં અગ્રેસરતા હોય- આપણે સર્વત્ર પોતાની છાપ છોડી રહ્યા છીએ.
‘ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આરંભ ૧૫ વર્ષ અગાઉ ઘણા જ સાદા વાતાવરણમાં થયો હતો, આથી આજની રાત્રિનાં કાર્યક્રમની ભવ્યતા અને પ્રમાણ, આવા નોંધપાત્ર વ્યક્તિવિશેષોની ઉપસ્થિતિ મને આપણે કેટલી પ્રગતિ સાધી છે તેનું ગૌરવ કરાવે છે. આપ સહુ કે આપ સર્વના સહકાર વિના આ શક્ય બન્યુ ન હોત. આ વર્ષો દરમિયાન કેટલાંક અદ્ભૂત લોકોની ઓળખાણનું સદનસીબ અમને સાંપડ્યું છે અને મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં આપણે વધુ ઉત્કૃષ્ટ એશિયન સિદ્ધિઓની ઉજવણી કરીશું.’
EYના પાર્ટનર સંજય ભંડારીએ જણાવ્યું હતું કે,‘EYમાં અમે વૈવિધ્યપૂર્ણ અને સર્વગ્રાહી વર્કફોર્સનું મૂલ્ય તેમ જ તે આપણા લોકો, આપણા બિઝનેસ, આપણા ક્લાયન્ટ્સ અને આપણે જ્યાં કાર્ય કરીએ છીએ તે કોમ્યુનિટીઝ માટે શું ફરક લાવી શકે તેના વિશે જાણીએ છીએ. અમે પરિવર્તનને ગતિ તેમ જ અન્યોને પ્રેરણા આપવામાં રોલ મોડેલ્સ કે આદર્શોનું મૂલ્ય પણ જાણીએ છીએ અને આથી જ આવા પ્રતિભાવંત વ્યક્તિત્વોની સિદ્ધિઓને ઉજવતા એશિયન એચિવર્સ એવોર્ડ્સને સમર્થન આપવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ.
‘હું જ્યારે ૨૫ વર્ષ અગાઉ, પ્રોફેશનલ સર્વિસીસ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યો ત્યારે મને માર્ગદર્શન આપવા ઘણાં ઓછાં સીનિયર એશિયન રોલ મોડેલ્સ હતા. આજે, EYના એશિયન પાર્ટનર તરીકે સમાજને કશું પાછું આપવાની અને અન્યોને પ્રોત્સાહિત કરવાની મારી જવાબદારી વિશે હું જાગૃતિની વિશેષ લાગણી અનુભવી રહ્યો છું.’
(ફોટો સૌજન્યઃ રાજ ડી બકરાણીઆ અને ટીમ, Prmediapix)

• એશિયન એચિવર્સ એવોર્ડ્સ ૨૦૧૫ના વિજેતાઓની યાદી •
• બિઝનેસ પર્સન ઓફ ધ યરઃ ઈકબાલ અહમદ OBE, સીમાર્ક Plc
• એન્ત્રપ્રીન્યોર ઓફ ધ યરઃ નિશ અને સચ કુકડીઆ, સીક્રેટ સેલ્સના સ્થાપક
• સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરઃ મોઈન અલી-ઈંગ્લેન્ડના ક્રિકેટર યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસઃ લાન્સ કોર્પોરલ તુલજંગ ગુરુંગ- ધ રોયલ ગુરખા રાઈફલ્સ
• લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડઃ લોર્ડ રુમી વેરજી CBE
• મીડિયા, આર્ટ્સ અને કલ્ચરઃ રોમેશ ગુણાસેકરા- લેખક
• વુમન ઓફ ધ યરઃ બિન્દી કારીઆ- ટેકનોલોજી સ્ટાર્ટ અપ નિષ્ણાત અને સલાહકાર
• એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસઃ જસવિન્દર સાંઘેરા CBE – કર્મ નિર્વાણના સ્થાપક
• પ્રોફેશનલ ઓફ ધ યરઃ સત્વીર બુંગર- ડિરેક્ટર, BDO


comments powered by Disqus