મદીના: સાઉદી અરેબિયામાં પહેલી વાર મહિલાઓ મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓમાં મતદાન કરશે. મક્કાની સફિનાઝ અબુ અલ શામત અને મદીનાની જમાલ અલ સાદી સાઉદી અરેબિયામાં મત આપનાર પહેલી મહિલા બનશે. મદીના અને મક્કામાં થનારી બીજી મ્યુનિસિપાલિટીની ચૂંટણી માટે તેમના નામ મતદારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મતદારો યાદીમાં પોતાનું નામ નોંધાયું તે પછી અલ-સાદીએ કહ્યું કે મ્યુનિસિપલ ચૂંટણીમાં મતદાતા તરીકે સામેલ થવું તે કોઈ સ્વપ્નથી ઓછું નથી. આ પગલામાં કોઈ પણ ફેંસલો કરવામાં મહિલાઓની ભૂમિકાને મજબૂત કરવામાં આવી છે.