જાપાનના ટોક્યો શહેરમાં જન્મેલી ૪૨ વર્ષની ક્યોકો હમાદા નામની ફોટોગ્રાફરે ૯૯ તસવીરોનું કલેક્શન તૈયાર કર્યું છે. ક્યોકોએ પ્રયોગ કર્યો હતો કે તે સાવ વૃદ્ધ થઈ જાય તો શું? છેલ્લાં કેટલાક વર્ષોથી અમેરિકામાં રહેતી ક્યોકોએ એકલા રહેતા સિનિયર સિટિઝન્સને મળીને તેમના માટે કામ કરવાનું શરૂ કર્યું છે. ૨૦૧૨માં તેણે પોતાનું નામ અને કેરેક્ટર બદલીને કમરેથી વળી ગયેલી અતિવૃદ્ધ મહિલાનો સ્વાંગ ધારણ કરીને જાહેર જગ્યાએ ફરવા નીકળી પડતી અને અલગ-અલગ જગ્યાએ ફોટોગ્રાફ્સ પડાવતી હતી.
ન્યૂ યોર્ક સિટીમાં રહેતી આ ક્યોકોનું કહેવું છે કે આ બે વર્ષમાં તે અત્યંત સિનિયર સિટીઝન્સના વેશમાં ક્યાંય પણ ગઈ છે ત્યાં જાણે તે હાજર જ ન હોય તેવું ઉપેક્ષાભર્યું બિહેવિયર કરાયું હતું. ક્યોકોનું કહેવું છે કે વૃદ્ધોને બધાની વચ્ચે રહીને પણ એકલતા ફીલ કેમ થાય છે એ આ બે વર્ષમાં તેને બહુ સારી રીતે સમજાઈ ગયું છે.