ફ્રેન્કફર્ટઃ જર્મનીના ફ્રેન્કફર્ટમાં જમેઇરા નામની અત્યંત જાણીતી હોટેલ આવેલી છે. ૨૪ માળની આ લકઝુરિયસ હોટેલની ખાસિયત એ છે કે એમાં આવેલો તાલીઝ સ્પા પોતાના મહેમાનોને હની અને ફ્રૂટ મસાજ ઓફર કરે છે. મધ અને દાણાદાર ફ્રૂટની પેસ્ટથી કરવામાં આવેલા મસાજનો અનુભવ કરી આવેલા લોકો તો એના વખાણ કરતા થાકતા નથી. આ મસાજમાં ઉપયોગમાં લેવાતું મધ પણ આ હોટેલ જાતે જ બનાવે છે. તેણે પોતાની અગાસી પર ૪૦ હજાર મધમાખીઓને ઉછેરી છે અને તેના શુદ્ધ મધનો જ મસાજમાં ઉપયોગ થાય છે.
કહે છે કે, આ મધનો મસાજ કરાવવાથી શરીરના વિવિધ અંગોમાં થતો દુખાવો મટી જાય છે અને ત્વચા સુંવાળી થઈ જાય છે. આ મસાજ કરાવ્યા પહેલા અને પછી મહેમાનોએ સોના બાથ લેવાનો રહે છે.
જુમેઇરા ખરેખર તો દુબઈની લકઝુરિયસ હોટેલ-ચેઇન છે અને જર્મીનમાં તેનું આ એકમાત્ર ઠેકાણું છે.