બેંગ્લૂરુઃ ભારે વરસાદના લીધે મેદાન ભીનું હોવાથી સતત ચાર દિવસ રમત શક્ય ન બનતાં ભારત-સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ ડ્રો જાહેર કરાઈ હતી. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે એક ટેસ્ટમાં સતત ચાર દિવસની રમત ધોવાઈ ગઇ હોય. ભારતીય ધરતી પર ૧૯૩૩માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી ત્યારથી લઈને આજ સુધી એટલે કે, ૮૨ વર્ષ સુધીમાં ક્યારેય એવું નથી બન્યું કે ચાર દિવસ સુધી એક પણ બોલ ન ફેંકાયો હોય. અગાઉ વર્ષ ૨૦૦૫-૦૬માં ભારત અને શ્રીલંકા વચ્ચે ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચના ત્રણ દિવસ વરસાદમાં ધોવાઈ ગયા હતા. બીજી ટેસ્ટ ડ્રો થતાં ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે ૧-૦ની લીડ મેળવી છે.