દૈનિક અખબાર ધ સ્ટારના જણાવ્યા પ્રમાણે ડર્બનની મુલાકાત સમયે ૭૨ વર્ષના જેકબ ઝુમા કહ્યું હતું કે મારી પાસે પત્નીઓ છે પરંતુ અંતિમ લગ્ન કરવાના બાકી છે. આ સાંભળ્યા બાદ લોકએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે એ નોંધનીય છે કે ઝુમા ૨૦ બાળકોનાં પિતા છે તેમણે છ વખત લગ્ન કર્યાં છે પરંતુ હાલ તેમની પાસે ચાર પત્નીઓ છે અને હવે તેઓ પાંચમી પત્નીને લાવવા તૈયાર છે.
• દક્ષિણ અમેરિકામાં ગત સપ્તાહે બરફના તોફાન અને વરસાદને કારણે મોસમ ખરાબ થતા ચાર લોકોનાં મોત થયાં છે અને અનેકને ઇજા પહોંચી છે. અનેક વિસ્તારોમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો અને તેના કારણે હજારો લોકોને અંધારપટમાં રહેવું પડ્યું છે. અમેરિકામાં ૩,૬૦૦થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી અને ૬૦૦ ફ્લાઇટ રદ કરવી પડી હતી. ન્યૂ યોર્ક, ફિલાડેલ્ફિયા અને બાલ્ટીમોર હવાઈમથકોમાં વિમાની સેવાને ઘણી અસર થઈ છે. લોકો ક્રિસમસ-ન્યૂ યરની ઉજવણીના મૂડમાં હતા ત્યારે બરફની આંધીને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.
• મિનેસોટાની રહેવાસી અને વયોવૃદ્ધ ફેસબુક ફેન ૧૧૪ વર્ષની એન્ના સ્ટોએરનું નિધન થયું છે. આ મહિલાનો જન્મ ફેસબુક અસ્તિત્વમાં આવ્યું એના ઘણા વર્ષો પહેલા થયો છે, તેથી તેનું ફેસબુક પર પ્રોફાઇલ બની શકતું ન હતું. જેથી એન્નાએ ૧૯૦૫માં જન્મ થયો હોવાનું દર્શાવી પોતાની સાચી વય છૂપાવી પછી જ તેનું ફેસબુક એકાઉન્ટ ખુલી શક્યું હતું. એન્નાનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૦૦માં થયો હતો.
