દુર્ઘટનાગ્રસ્ત એરએશિયા વિમાનનો ભંગાર અને ત્રણ મૃતદેહ મળ્યા

Wednesday 31st December 2014 08:51 EST
 

આ વિમાનમાં કોઈ પ્રવાસી બચ્યાની શક્યતા જણાતી નથી. ઈન્ડોનેશિયાના સુરાબાયાથી સિંગાપોર જઈ રહેલી ફ્લાઈટ QZ8501 નો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ખરાબ હવામાનના કારણે તૂટી ગયો હતો. એરલાઈન્સના વડા ટોની ફર્નાન્ડીસે આ દુર્ઘટના સાથે સંકળાયેલા તમામ પરિવારો માટે દુઃખ વ્યક્ત કરી સહાનુભૂતિ દર્શાવી હતી. તેઓ શોધ અભિયાનમાં સામેલ થવા તત્કાળ સુરાબાયા પહોંચી ગયા હતા. ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા અને યુએસએના ૩૦ જહાજ અને ૨૧ એરક્રાફ્ટ શોધખોળમાં સામેલ થયાં છે.
આ વિમાનમાં ૧૫૫ ઈન્ડોનેશિયન, ત્રણ સાઉથ કોરિયન તેમ જ બ્રિટન, સિંગાપોર અને મલેશિયાના એક-એક પ્રવાસી હતા.


comments powered by Disqus