પ્રેમમાં હોય છે ત્યારે વ્યક્તિને બધું મધૂર લાગે છે

Wednesday 31st December 2014 08:42 EST
 
 

પ્રેમ વ્યક્તિની સંવેદના-અનુભૂતિ બદલે છે, જ્યારે ઇર્ષા બદલતી નથી, એ વાત મૂર્ત રૂપકોના અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો માટે મહત્ત્વની છે, જેમ કે વ્યક્તિને જ્યારે એકલતા લાગતી હોય ત્યારે તેને રૂમ પણ વધારે ઠંડો લાગે છે. મહત્ત્વની બાબતો શારીરિક રીતે અસર કરે છે. જ્યારે એક પુસ્તક જેને મહત્ત્વનું લાગતું હોય તેને એ વજનદાર લાગશે એવું નેધરલેન્ડસમાં રાદબાઉદ યુનિર્વિસટી ખાતે પીએચડી કરતા સંશોધક કાઇકિનચેને જણાવ્યું હતું. પ્રેમનો આસ્વાદ એકાંતને ઠંડી અને મહત્ત્વને વજન સાથે સાંકળતા અભ્યાસ હાથ ધર્યા બાદ ચેને અને તેમની ટીમે આ અભ્યાસનો વ્યાપ વધાર્યો હતો.
આપણે હંમેશાં કહીએ છીએ ‘લવ ઇઝ સ્વીટ’ ‘હની બેબી’ એવું ચેને લાઇવ સાયન્સને જણાવ્યું હતું. ‘અમે વિચાર્યુ છે કે આ બાબત પ્રેમને લાગુ પડે છે કે કેમ?’