કોલકતાઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. જગમોહન દાલમિયાનું નિધન થતા ખાલી પડેલી જગ્યા અને જવાબદારી હવેથી તે તત્કાલ અસરથી સંભાળશે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના આગ્રહને વશ થઈને ગાંગુલી આ હોદ્દો સ્વીકારવા માની ગયો હતો. મમતા બેનર્જીએ ૨૪ સપ્ટેમ્બરે બંગાળ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોને બોલાવીને મિટિંગ યોજી હતી, જેમાં આ નિર્ણય લીધો હતો. મહત્ત્વનો એવો બીજો નિર્ણય એ લેવાયો હતો કે દાલમિયાના પુત્ર અવિશેકની બંગાળ ક્રિકેટ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ હતી.