સ્ત્રીઓ કરતાં પુરુષોનું મગજ વધારે મોટું!

Wednesday 01st April 2015 07:08 EDT
 

લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે સરેરાશ પુરુષો મહિલાઓ કરતાં વધારે મોટું મગજ ધરાવતા હોય છે અને તેમના મગજનું કદ અલગ-અલગ હોય છે.
પુરુષો અને સ્ત્રીઓના મગજના બંધારણ ઉપર આશરે ૨૦ વર્ષ સુધી ન્યુરો સાયન્સ સંશોધન બાદ વિજ્ઞાનીઓએ આ વાત સાબિત કરી છે. સંશોધક એમ્બર રુઈગ્રોકે જણાવ્યું હતું કે, પહેલી વખત અમારી સમક્ષ આટલા મોટા પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ છે, જેના આધારે અમે જણાવી શકીએ છીએ કે પુરુષો અને મહિલાના મગજનું કદ અને તેમના બંધારણનો પ્રકાર અલગ હોય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકિયાટ્રીમાં એમ્બર અને પ્રોફેસર જ્હોન સકલિંગના નેતૃત્વમાં બનેલી ટીમે ખૂબ જ મોટા પ્રમાણમાં પુરુષો અને મહિલાઓ ઉપર બ્રેઇન ઇમેજિંગ લિટરેચર ટેસ્ટિંગ ટેસ્ટ હાથ ધર્યો હતો.