સામગ્રીઃ છીણેલું પનીર - ૧૦૦ ગ્રામ • છીણેલો માવો- ૧૦૦ ગ્રામ • આરા લોટ - અડધો કપ • દૂધ - અડધો કપ • કેસર - એક ચપટી • ખાંડ - એક કપ • પાણી - અડધો કપ • એલચીનો પાઉડર - પા ચમચી • તળવા માટે ઘી - જરૂરત અનુસાર • ગાર્નિશિંગ માટે - સમારેલી બદામ
રીતઃ એક વાસણમાં પનીર, માવો, આરા લોટ અને એલચી નાંખીને હાથ વડે મસળો. પછી એમાં દૂધ નાંખીને ઘટ્ટ ઘોળ તૈયાર કરો. એક મોટા વાસણમાં પાણી નાંખીને ધીમા તાપે ગરમ કરો. તેમાં ખાંડ નાંખો અને તેને બરાબર ઓગળવા દો. આ દરમિયાન સતત હલાવતા રહો, જેથી ઉભરો ન આવે. જ્યારે ખાંડ બરાબર ઓગળી જાય ત્યારે તાપ વધારો અને કેસર નાંખી દો. એક તારની ચાસણી તૈયાર કરીને વાસણમાં કાઢી લો. એક પેનમાં ઘી ગરમ કરો. એક ચમચો મિશ્રણ નાખીને પુડલા જેવો આકાર આપો. બન્ને બાજુ સરખું શેકાય એટલે તાવેથા વડે દબાવીને કાઢી લઈ ચાસણીમાં નાંખો. બધા જ માલપૂઆ આ રીતે તૈયાર કરો. થોડી વાર બાદ માલપૂઆને ચાસણીમાંથી બહાર કાઢીને એક ડિશમાં મૂકો અને બદામથી સજાવીને ગરમાગરમ પીરસો.

