'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા છેલ્લા પાંચ વર્ષોથી યોજાતા 'આનંદ મેળા'માં મહાલવા આવતા સૌ કોઇ પહેલી વાર મઝા માણી લીધા બાદ અચૂક બીજી વખત 'અનંદ મેળા'માં આવે જ છે. અમે 'આનંદ મેળા'માં આવેલ વિવિધ વય જુથના કેટલાક લોકોનો 'આનંદ મેળા' માટે અભિપ્રાય લીધો હતો જેના ટૂંકા અંશો તેમના જ શબ્દોમાં અત્રે રજૂ કર્યા છે.
પ્રમોદચંદ્ર પટેલ – વેમ્બલી (૬૮ વર્ષ)
વેરી નાઇસ અને વેરી એન્જોયેબલ. મને 'આનંદ મેળા'માં ખૂબ જ મઝા આવી. દર વર્ષે હું 'આનંદ મેળા'માં આવું છું. મને ખાણી-પીણી અને ગીત સંગીત ખૂબ જ ગમે છે 'ગુજરાત સમાચાર' પણ ખૂબ જ રસભેર વાંચુ છું અને દેશ વિદેશના સમાચાર વાંચવાની પણ મઝા આવે છે. હવે મોદી સાહેબ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરે તેની રાહ જોઇ રહ્યો છું.
૦૦૦૦૦
લલીતાબેન કાપડીયા - હેકની (ઉ.વ.૮૨)
બહુ જ સરસ મેળો છે. મને તો આનંદ આનંદ થઇ ગયો. આટલું સુંદર આયોજન કરો છો તે માટે આભાર. અમે તો સવારના અહિં આવી ગયા છીએ. મઝા આવી ગઇ. સાચુ કહું, હું તો પહેલી જ વખત આવી પણ હવે અફસોસ થાય છે કે પહેલા આવી હોત તો કેવું સારૂ થાત. પણ મને ખબર જ નહોતી કે તમે આવો 'આનંદ મેળો' કરો છો.
૦૦૦૦૦૦૦૦૦
ઉર્વી, માહી, અનીતા, હીમાની અને ક્રિષ્ણા - સ્ટેનમોર
ફન, લાઇફ, એન્ટરટેઇનમેન્ટ આર હીયર. અમને તો બહુ જ મઝા આવી. અમે બપોરે ૩ વાગે આવ્યા પણ થાય છે કે થોડા વહેલા આવ્યા હોત તો સારૂ થાત. તોફાન મસ્તી કરવાની બહુ મઝા આવી. અમે આ અગાઉ પણ આનંદ મેળામાં આવી ચૂક્યા છીએ અને દર વર્ષે ૮-૧૦ જણા આવીએ છીએ. અમને ખાવા પીવાની બહુ મઝા આવી અને બોલીવુડ ડાન્સ જોવાનું બહુ ગમ્યું.
૦૦૦૦૦૦૦
ઇસ્માઇ હાફેજી - હેકની
બારડોલીનો વતની છું એટલે મને ગામના મેળાઅોની યાદ આવી ગઇ. ગયા વર્ષે પણ હું 'આનંદ મેળા'માં આવ્યો હતો. આજે ખાવાનું અને મનોરંજન બહુ સારૂં હતું. મારા પૌત્રને મેળો કેવો હોય તે બતાવવા લાવ્યો છું. મારી ત્રણેય પેઢી આજે આ મેળામાં અહિં આવી છે. આઉટીંગ તરીકે આનંદ મેળો ખૂબ જ સારી જગ્યા છે.
૦૦૦૦૦૦૦
નીતિન રાજદેવ – હેરો (ઉ.વ. ૫૦)
મારા જીવનમાં મેં પહેલી વખત આવી રીતે બરફની ચુસ્કીઅો અહિં લીધી છે. પહેલી વાર જ 'આનંદ મેળા'માં આવ્યો છું. બધું મસ્ત છે તમે ભાઇ દર વર્ષે આવો 'આનંદ મેળો' બે વખત કરતા રહો તો તમને શું વાંધો છે? લોકો આવે, ભેગા થાય અને મનોરંજન કરે તે નાની સુની વાત નથી.
૦૦૦૦૦૦
નાઝ મલીક
મારા મમ્મી જોહરાબેન સુરતના છે અને આજે તેમના જન્મ દિનની ભેટ તરીકે હું તેમને અહીં લઇ આવી છું. ખરેખર કહું તો અહી જન્નત છે. અહિં સમાજ ભેગો થયો છે, ભોજન સરસ છે અને મારી મા'ને ભારતના વતનની યાદ તાજી થઇ ગઇ છે. મારી માનો જન્મ દિવસ તમે સોનાનો બનાવી દીધો છે એ માટે આભાર.
૦૦૦૦૦૦૦
વીમેન ટુ વીમેન ફેસબુક ગૃપ
૨૫૦૦ કરતા વધુ સભ્યો ધરાવતા 'વીમેન ટુ વીમેન ફેસબુક ગૃપ'ની તેજસ્વીની શેઠ, પુષ્પા પાબારી, નિર્મલા પાબારી, નિલા વાઘેલા, હંસા દેવાણી સહિત ૧૫ બહેનોનું ગૃપ 'આનંદ મેળા'માં આવ્યું હતું. તેમણે ફેસબુક પર મેળામાં ભેગા થવાનું નક્કી કર્યું હતું. સ્થાપક ગીતા શાહે જણાવ્યું હતું કે "આનંદેમળામાં ફુડ સ્ટોલ, સાડી-ડ્રેસ મટીરીયલ્સના સ્ટોલ, પ્રોપર્ટી ફેર અને મનોરંજન મઝાનું રહ્યું. અમારા માટે આવા સારા ગેટ ટુ ગેધર'ની જગ્યા હજુ બીજી જોવા મળી નથી.
૦૦૦૦૦
અનુપ સિંહ અને ઇન્દ્રાબા સરવૈયા -એજવેર (ઉ.વ.૮૩ અને ૭૮)
આવુંને આવું સરસ આયોજન કરતા રહો. બધું જ ખૂબ જ સરસ હતું અને આપની મહેનત દાદ માંગી લે તેવી છે. વિવિધ કલાકારોને લઇ આવ્યા અને મનોરંજન પીરસ્યું તે બહુ ગૌરવની વાત છે. તમે આનંદ કરાવો છો તે બદલ ધન્યવાદ.
૦૦૦૦૦૦૦
નીના અને તેજ જયેશ મહેતા
ફેર ખૂબજ બ્રિલીયન્ટ રહ્યો, બધુ ખૂબજ સરસ રીતે આયોજનબધ્ધ હતું. અમુક ખાવાનું અમારા માટે બહુ તીખું હતું પણ બહુ જ સ્વાદીષ્ટ હતું. તમારો સ્ટાફ પણ ખૂબ જ ફ્રેન્ડલી અને દયાળુ હતો. મનોરંજન બહુ જ અમેઝીંગ અને આનંદદાયક હતું. જો આ મેળો ફરી વખત યોજાશે તો અવશ્ય હું મારા પરિવાર અને મિત્રો સાથે હાજર રહીશ.
૦૦૦૦૦૦
* SKS સ્વામિનારાયણ મંદિર, કેન્ટન હેરો દ્વારા મંદિરના કાર પાર્કમાં તા. ૪-૭-૧૫ના રોજ ચેરીટી ફન ડેનું આયોજન સવારે ૧૦થી બપોરના ૪-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. ફૂડ સ્ટોલ, ફેન્સી ડ્રેસ હરિફાઇ, ફેસ પેઇન્ટીંગ, બેન્ડ શો, હેલ્થ ચેક, રેફલ વગેરનો લાભ મળશે. સંપર્ક: www.sksst.org