વૈષ્ણવ સંઘ અોફ યુકે દ્વારા તા. ૨૭ જૂનથી તા. ૪ જુલાઇ દરમિયાન હેરો લેઝર સેન્ટર ખાતે શ્રી વલ્લભાખ્યાન રસપાન વચનામૃત અને શ્રી ગુંસાઇજી ૨૫૨ સ્વરૂપ મહોત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. તા. ૨૭ના જૂન શનિવારના રોજ હેરો લેઝર સેન્ટર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને આનંદ ઉલ્લાસ તથા નૃત્યો સાથે પરત થઇ હતી અને ૨૫૨ સ્વરૂપ મનોરથનું પૂજન કરાયું હતું. તા. ૨૮ના રોજ ત્રિવિધ મનોરથ, તા. ૨૯ના રોજ મોર કુટીર મનોરથ અને તા. ૩૦ના રોજ વિશ્રામ ઘાટે ચુંદડી મનોરથની ઉજવણી થઇ હતી. ત્રણ દિવસ દરમિયાન સૌ વૈષ્ણવોએ વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી દ્વારકેશલાલજી મહોદયના મુખેથી વચનામૃત, બેઠકજી અને વિવિધ મનોરથના દર્શનનો લાભ લીધો હતો. ત્રણ દિવસના ઉત્સવ દરમિયાન આશરે ૧૨૦૦ ભક્તોએ ઉત્સવનો લાભ લીધો હતો. હજુ તા. ૪ જુલાઇ સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. સંપર્ક: સુભાષ લાખાણી 07748 324 092.