લંડનઃ લોહીમાં કોલેસ્ટેરોલના પ્રમાણને નિયંત્રિત કરતી જાણીતી દવા સ્ટેટિન હૃદયરોગનો ખતરો ભલે ઘટાડતી હોય, પરંતુ એક આશ્ચર્યજનક તારણ અનુસાર આ દવા સ્ત્રીઓમાં ગુસ્સો વધારે છે અને પુરુષોને શાંત કરે છે. સ્ટેટિનના ઉપયોગથી વ્યક્તિની વર્તણૂકમાં જોવા મળતાં ફેરફારની અસર નોંધવા આ અભ્યાસ થયો હતો. તારણ અનુસાર કોલેસ્ટરોલની આ દવા મહિલાઆમાં ગુસ્સો પેદા કરે છે જ્યારે પુરુષોમાં આ દવાની અસર એકદમ વિરુદ્ધ છે. પુરુષોની વર્તણૂક આ દવાથી એકદમ શાંત થઈ જાય છે. બન્નેમાં આ દવાની અસર જુદી જુદી થાય છે તે અંગે સંશોધકોએ પણ આશ્ચર્ય અનુભવ્યું છે.