એક ગામડાની નિશાળમાં એક છોકરાએ એના અંગ્રેજીના સરને પૂછયું, 'સાહેબ, 'ને ટુ રે'નો અર્થ શું થાય?'
માસ્તર મુંઝાણા! સાલું ને ટુ રે? આ તો પહેલી વાર સાંભળ્યું! છતાં આફત ટાળવા માટે કહી દીધું, 'કાલે જવાબ આપીશ.'
માસ્તરે આખી ડિકશનેરી ફેંદી નાંખી, પણ 'ને ટુ રે' શબ્દ મળ્યો નહિ! બીજા દિવસે પેલા છોકરાએ ફરી પૂછયું, 'સાહેબ, ને ટુ રે એટલે શું?'
માસ્તર જવાબ આપ્યા વિના છટકી ગયા. પણ.. પછી તો પેલો અડિયલ છોકરો પાછળ પડી ગયો. રોજ માસ્તરને પૂછવા લાગ્યો, 'માસ્તર! ને ટુ રેનો મિનીંગ મળ્યો?'
બિચારા માસ્તરની હાલત એટલી ખરાબ થઇ કે પેલા છોકરાને જોતાં જ પોતાનો રસ્તો બદલી નાંખતા. છેવટે અકળાઇને છોકરાને પૂછયું કે 'નાલાયક, એ શબ્દનો સ્પેલિંગ તો બોલ?'
છોકરાએ લખીને આપ્યું, 'NATURE'
માસ્તર વાંચતાંની સાથે સમજી ગયા કે છોકરાએ એની ફિરકી લીધી છે! એ ગુસ્સામાં બોલ્યા, 'હરામખોર! મને ઉલ્લુ સમજે છે? 'નેચર' શબ્દને 'ને ટુ રે' કહીને મને ઊંધે પાટે ચડાવતો હતો? નાલાયક તને તો હવે સ્કુલમાંથી સસ્પેન્ડ કરાવી નાંખીશ.’
છોકરો તરત માસ્તરને હાથ જોડીને કહેવા લાગ્યો 'માસ્તર, એવું ના કરતા, નહિતર મારું 'ફૂ ટુ રે' બરબાદ થઇ જશે!'
•
નવા નવા કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટરને કહ્યુંઃ સાહેબ, એ ખોટી વાત છે કે હું એ ચોરથી ડરી ગયો હતો.
ઈન્સ્પેક્ટરઃ તો પછી તું એક ગાડી પાછળ કેમ સંતાઈ ગયો હતો?
કોન્સ્ટેબલઃ સાહેબ, ત્યારે તો હું કૂતરાથી ડરીને સંતાઈ ગયો હતો.
•
ચંગુ અને ચિન્કી વાતો કરી રહ્યાં હતા.
ચિન્કીઃ મારો હાથ માગવા આવ. ક્યારે આવીશ?
ચંગુ- ચાલ આજે જ તારા ઘરે પહોચું છું.
ચંગુ તેના પિતાને ઘરે ગયો.
ચંગુઃ મારે તમારી દીકરીનો હાથ જોઈએ છે.
પિતાઃ હું મારી દીકરીને આખી જિંદગી કોઈ ગધેડા સાથે રહેતા નહીં જોઈ શકું.
ચંગુઃ હું પણ એ જ ઇચ્છું છું સાહેબ, એટલે તો હાથ માગવા આવ્યો છું.
•
ચિન્કીઃ પ્રિય, મને ખબર છે તારી ચોઇસ શું છે. તું તેની જ સાથે લગ્ન કરી જે હોંશિયાર, સાહસિક અને પ્રેમાળ હોય.
ચંગુઃ પણ ડાર્લિંગ, તને નથી લાગતું આ થોડું વધુપડતું છે? આપણે ત્યાં ત્રણ પત્ની રાખવાનું અલાઉડ નથીને?
•
ચંપાએ ઊંઘતા પતિ ચંગુને ઉઠાડીને કહ્યુંઃ જુઓ, એક ચોર આપણા કિચનમાં ઘૂસીને મેં બનાવેલી કેક ખાઈ રહ્યો છે.
ચંગુ બોલ્યોઃ તો હું કોને બોલાવું? પોલીસને કે એમ્બ્યુલન્સને?
•
ચંગુઃ મને એક વાત નથી સમજાતી મંગુ.
મંગુઃ કઈ વાત?
ચંગુઃ હું નાનો હતો ત્યારે મારા મમ્મી-પપ્પાનું કહ્યું કરતો. હવે પત્ની કહે એમ મારે કરવું પડે છે. પછી છોકરાઓ કહેશે એમ કરવું પડશે. તો પછી આમાં મારે કરવું છે એ હું ક્યારે કરીશ?
•
છગનને મિત્ર મગને પૂછ્યુંઃ તારી પત્ની ગુજરી ગઈ તો તારી સાળીને જ કેમ પરણ્યો?
‘મારે બીજી નવી સાસુ નહોતી કરવી.’
છગને કહ્યું.