લંડનઃ કૌભાંડી વેપારી અને સજા પામેલા ૩૫ વર્ષીય ઠગ ક્વેકુ એડોબોલીને સિટી વોચડોગ દ્વારા ફાઈનાન્સિયલ સર્વિસીસમાં કામ કરવા સામે પ્રતિબંધ ફરમાવાયો છે. તેને ૨૦૧૨માં છોતરપિંડીના કેસમાં સાત વર્ષની જેલની સજા કરાઈ હતી, પરંતુ અડધાથી ઓછી સજા કાપ્યા પછી આ વર્ષે જૂનમાં જ તે મુક્ત થયો છે. તેણે સ્વિસ બેન્કિંગ જાયન્ટ UBS સાથે £૧.૩ બિલિયનની છેતરપિંડી કરી હતી, જે બ્રિટનની સૌથી મોટી છેતરપિંડી ગણાય છે.
એડોબોલીને દેશનિકાલ કરી તેના વતન ઘાના મોકલવાનો ચુકાદો ઈમિગ્રેશન ટ્રિબ્યુનલે આપ્યો છે. હોમ ઓફિસના નિયમો અનુસાર ઈયુ સિવાયના વિદેશી નાગરિકને એક કરતા વધુ વર્ષ જેલની સજા કરાઈ હોય તો તેને મૂળ દેશમાં ડિપોર્ટ કરી શકાય.