ડ્રાયફ્રૂટ ફાડા લાપસી

Wednesday 04th November 2015 08:19 EST
 
 

સામગ્રી: એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું • એક કપ ખાંડ • ચાર ટેબલ-સ્પૂન ઘી • એક ટી-સ્પૂન એલચીનો ભૂકો • ૧૨થી ૧૫ કિસમિસ • બદામ અને પિસ્તાં - લાંબાં સમારેલાં

રીતઃ એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં કિસમિસ અને ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાય એટલે એમાં બે કપ પાણી ઉમેરો. પાણીને ઊકળવા દો અને ફાડાને ધીમા તાપે ચઢવા દો. લાપસીને સરખી રંધાવા દો. હવે એમાં ખાંડ ઉમેરી દો. લાપસી બરાબર રંધાઈ જાય એટલે ગેસ બંધ કરીને એમાં એલચીનો ભૂકો ઉમેરી સરખી રીતે ભેળવી દો. હવે છેક છેલ્લે બદામ તેમ જ પિસ્તાંની કતરણથી લાપસીને ગાર્નિશ કરો. સર્વિંગ-બાઉલમાં ગરમાગરમ સર્વ કરો. જો લાપસીને પેનમાં ન બનાવવી હોય તો આ મિશ્રણમાં ખાંડ ઉમેરીને કૂકરમાં પણ બનાવી શકાય.


comments powered by Disqus