મેષ (અ,લ,ઈ)ઃ આ સમય કેટલીક અગત્યની બાબતો અંગે ચિંતાપ્રદ બનતો જણાય. સ્વાસ્થ્યને કારણે કેટલાક કાર્યો ખોરંભે પડશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય વધુ ખર્ચાળ થતો જણાય. જાવકનું પ્રમાણ વધુ રહેતા આવક વપરાતી જણાશે. આર્થિક આયોજન કરીને જાવકનું પ્રમાણ અંકુશમાં રાખવું જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે આ સમય આશાસ્પદ જણાય છે. વેપાર-ધંધામાં અટવાયેલા આયોજનને તમે આગળ ધપાવી શકશો.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં વિકાસનો નવો માર્ગ મળતા આશા-ઉત્સાહમાં વધારો થશે. મહત્ત્વનાં કામ સફળ થતાં આનંદ મળશે. આર્થિક સમસ્યાનું નિરાકરણ મળશે. નાણાકીય જરૂરિયાત પૂરી થાય. સંપત્તિ અંગેના કામમાં ધારી સફળતા મળવાના યોગ નથી. મકાન-જમીનના લે-વેચના કામમાં ધ્યાન રાખવું પડશે. વિશ્વાસઘાતથી સાચવવું. સંઘર્ષ-વિવાદ વધે નહીં તે જોજો. નોકરીમાં ઉપરી અધિકારીનો સાથ ન મળે. વેપાર-ધંધામાં પ્રતિસ્પર્ધીઓથી ચેતતા રહેજો.
મિથુન (ક,છ,ઘ)ઃ સફળતા અને સાનુકૂળતાઓનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. માનસિક ઉમંગ-ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા યા બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણો માટે સપ્તાહ સાનુકૂળ રહેશે. ઉઘરાણી કે લેણી રકમો મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે હિતશત્રુઓની ચાલબાજીથી સાવધ રહેવું જરૂરી છે. ધાર્યું આયોજન પાર પડે નહીં.
કર્ક (ડ,હ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી તમને નિશ્ચિત સફળતા સાંપડશે. કાર્યશીલ રહેશો અને ધીરજ રાખશો તો આર્થિક સમસ્યા ગમે તેટલી ઘેરી હશે તો પણ ઉકેલાશે. જોકે નાણાકીય આયોજન કરવું જરૂરી છે. એકાદ-બે નવા લાભ પણ મળશે. નોકરિયાતોને માર્ગ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. સારી ધંધાકીય તક પણ મેળવી શકશો. મહત્ત્વના કોલ-કરારોથી લાભ થાય. મિલકતના કોઈ પ્રશ્નો ગૂંચવાયેલા હશે તો તેનો ઉકેલ મળશે.
સિંહ (મ,ટ)ઃ અધૂરાં રહેલાં કામકાજો સપ્તાહમાં પૂરા થશે. અટવાયેલા લાભો મેળવી શકશો. અંગત સમસ્યાઓ ઉકેલાશે. ધંધા યા નોકરીને લગતી મૂંઝવણ હશે તો હલ થશે. નાણાકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારી શકશો. સમસ્યા હલ કરવાનો માર્ગ મળશે. અકારણ ખર્ચાઓ અંકુશમાં રાખવા જરૂરી છે. કૌટુંબિક અને ગૃહજીવનની પરિસ્થિતિ એકંદરે સંવાદિતાભરી રહેશે. અંગત પ્રશ્નોનું નિરાકરણ આવશે. ગેરસમજો દૂર થશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક સ્વસ્થતા જાળવવામાં સપ્તાહના ગ્રહયોગ મદદરૂપ થશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર છે નહીં. આપનું કશું અનિષ્ઠ થવાનું નથી. નાહકની ચિંતા કરશો તો માનસિક બોજ વધી જશે. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જરૂરી સહાયો, લોનો વગેરે મેળવી શકશો. કામકાજો અટકશે નહીં. ખર્ચાઓને પહોંચી વળશો. નોકરીના ક્ષેત્રે માર્ગ આડેના અવરોધો દૂર થતાં જણાશે.
તુલા (ર,ત)ઃ માર્ગ આડેના અંતરાયો દૂર થતા લાગે. માનસિક ચિંતા યા સમસ્યા હશે તો તેનો ચોક્કસ ઉકેલ મેળવી શકશો. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. નોકરિયાતને કાર્યસફળતા મળતી જણાય. વિરોધીઓ ફાવશે નહીં. વેપાર-ધંધાના સંજોગો ઠીક ઠીક રીતે સુધરતા જોવા જણાશે. ધંધાની કામગીરી માટે આ સમય મદદરૂપ થતો જણાશે.
વૃશ્ચિક (ન,ય)ઃ કૌટુંબિક કારણોસર માનસિક તાણ યા કોઈ અગમ્ય અનિશ્ચિતતાને કારણે સુસ્તતાની લાગણી અનુભવવા મળશે. તમારી જૂની ઇચ્છાઓ સાકાર થતી જણાતા અગમ્ય બેચેની ધીમે ધીમે દૂર થતી જણાશે. અહીં તમારે આર્થિક બાબતો પ્રત્યે વધુ સજાગ રહેવું. નોકરિયાતોને માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતા લાગે. માર્ગ સફળતાકારક બનશે. ઉન્નતિકારક તક મળે તે ઝડપી લેજો.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ અને કોઈ મહત્ત્વના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતાં ઉત્સાહમાં વધારો થશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે. તેમાં પ્રગતિ થતી નિહાળી શકશો. આર્થિક દૃષ્ટિએ સાનુકૂળતા વર્તાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વહેવારો ચલાવવા પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરીની પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. તમારા વિરોધીઓ ફાવે નહીં. ધંધા-વેપારના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે.
મકર (ખ,જ)ઃ આ સમયમાં મહત્ત્વના પ્રસંગોની ઝલક જોવા મળશે. અવ્યવસ્થા કે અસ્થિરતાના વાતાવરણમાંથી મુક્ત બની શકશો અને પુરુષાર્થનું મીઠું ફળ મળતું લાગશે. નોકરીમાં ઉપરી અમલદારો સાથે વૈચારિક મતભેદો સર્જાતા માનસિક તાણ વધતી જણાશે. યાત્રા-પ્રવાસ અંગે વિઘ્ન જણાશે. કેટલાક હિતશત્રુઓના કારણે મુંઝવણોનો અનુભવ કરવો પડશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારા અંગત પ્રશ્નો અને કેટલીક યોજનાઓના નિરાકરણ માટે આપને આ સમયના ગ્રહયોગ મદદરૂપ બનતાં જણાશે. તમારા માર્ગ આડેથી અંતરાયો ધીમે ધીમે દૂર થતાં પ્રગતિના પંથે પ્રયાણ કરશો. મહત્ત્વની કાર્યવાહીઓ ભવિષ્યમાં સારી ઉન્નતિ કરાવશે. જોકે આ સમય વધુ પડતો ખર્ચાળ નીવડતાં આવક કે મળતાં લાભોથી વૃદ્ધિ છતાં પણ તમારી સ્થિતિ કસોટીભરી રહેતી જણાય. નોકરિયાત માટે આ સમયમાં જાગ્રત નહીં રહે તો વિરોધીના કારણે મુશ્કેલીમાં પડશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ઘણી માનસિક મૂંઝવણો અને વ્યથાઓનો અનુભવ થશે. માર્ગમાં કેટલાક અવરોધો આવતા જણાશે. સપ્તાહમાં નાણાકીય પરિસ્થિતિ પર પણ નજર રાખવી પડશે. અહીં આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોજો. આર્થિક વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહિ રહો તો નુકસાન ભોગવવું પડશે. ઉઘરાણી મેળવવાના પ્રયત્નોમાં અંતરાય આવે. નોકરિયાતને પરિસ્થિતિ અશાંતિરૂપ જણાશે. વેપાર-ધંધામાં સપ્તાહ મુશ્કેલીમાં પસાર થતું જણાય.
