લંડનઃ પૂર્વ બ્યુટી અને ફેશન જર્નાલિસ્ટ રવિન્દર ભોગલ (૩૭) લંડનના પોશ વિસ્તાર મેરિલીબોનમાં પોતાની પહેલી રેસ્ટોરન્ટ શરૂ કરશે. પોતાના મિત્રોના કહેવાથી ભોગલ ગોર્ડન રામસેના The F Word પર ‘Britain's new Fanny Cradock’ની શોધ માટે અરજી કરી હતી. મિત્રો માનતા હતા કે તે જીતી જશે અને તે જીતી પણ ખરી.
રેસ્ટોરન્ટ Jikoni -‘જીકોની’નો અર્થ સ્વાહિલીમાં ‘કીચન’ થાય છે. તેનો જન્મ પૂર્વ આફ્રિકામાં થયો હતો. તેના દાદા પંજાબના હતા અને તેઓ બોટ દ્વારા કેન્યા ગયા હતા. રવિન્દર સાત વર્ષ નૈરોબીમાં ઉછર્યાં પછી કેન્ટ આવી હતી.
રેસ્ટોરન્ટ જીકોનીની ટીમમાં મોટાભાગની મહિલાઓ છે. રવિન્દરને રેસ્ટોરાં માટે ખાસ કરીને તેના ફિયાન્સ નદીમ લાલાણી તથા તેની પહેલી કૂકબુક ‘કૂક ઈન બુટ્સ’ ના લીટરરી એજન્ટ ફેલિસીટી બ્લન્ટ તરફથી ખૂબ સમર્થન મળ્યું છે. રેસ્ટોરાંના લોંચીંગ વખતે બ્લન્ટ પોતાના પતિ અને એક્ટર સ્ટેનલી ટ્યુસીને સાથે લાવશે.
The F Word પછી રવિન્દરે ‘ધ ગ્રેટ બ્રિટિશ કરી ટ્રેઈલ એન્ડ ફૂડ’ સહિત જુદાજુદા કાર્યક્રમો રજૂ કર્યા છે.

