સંસ્થા સમાચાર તા. ૧-૧૦-૧૬ માટે

Tuesday 27th September 2016 14:23 EDT
 

• લેસ્ટર ફ્રેન્ડ્સ ઓફ ધ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ દ્વારા ‘તસ્મૈ શ્રી ગુરવે નમઃ’ - હિંદુ ધર્મમાં ગુરુનું મહત્ત્વ - વિષય પર તુષાર શાહના પ્રવચનનું શનિવાર તા.૧-૧૦-૧૬ સાંજે ૬.૩૦ વાગે જલારામ કોમ્યુનિટી સેન્ટર, નારબરો રોડ, લેસ્ટર LE3 0LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01865 304 300.
• ગાંધી ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક પ્રવચન અંતર્ગત ઓઈસ્ટરમથના Rt Hon લોર્ડ રોવન વિલિયમ્સના ‘એમ્પથી, એથીક્સ એન્ડ પીસમેકિંગ..’ વિષય પર પ્રવચનનું શનિવાર તા.૧-૧૦-૧૬ સવારે ૧૧ વાગે સેન્ટ માર્ટિન-ઈન-ધ-ફિલ્ડ, ટ્રફલ્ગાર સ્કવેર, વેસ્ટમિન્સ્ટર, લંડન WC2N 4JJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 08453 138 419.
• ચિન્મય મિશન, યુકે દ્વારા સ્વામી સ્વરૂપાનંદના સાનિધ્યમાં વીકએન્ડ કાર્યક્રમ ‘જ્ઞાનસાર આશ્રય’નું શનિવાર તા.૧-૧૦-૧૬ સવારે ૧૦થી તા.૨-૧૦-૧૬ બપોરે ૪.૩૦ દરમિયાન ચિન્મય વિદ્યાનગરી, બ્રેમ્બલ ગ્રેન્જ, હેની રોડ, એબિંગ્ડન, ઓક્સફર્ડશાયર OX13 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 02082 036 288
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શુક્રવાર તા. ૩૦-૯-૧૬ બપોરે ૪ વાગે સમુહ સર્વપિતૃ શ્રાદ્ધ – અમાવસ્યા તથા રવિવાર તા.૯-૧૦-૧૬ સવારે ૯ વાગે દુર્ગાષ્ટમી - આઠમના હવનનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540
• હાઈકમિશન ઓફ ઈન્ડિયા, લંડન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રવિવાર તા.૨-૧૦-૧૬ સવારે ૧૧ વાગે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમનું
ટેવિસ્ટોક સ્કવેર ગાર્ડન્સ લંડન WC1H 9LD ખાતે આયોજન કરાયું છે.
• ગીતા ફાઉન્ડેશન અને નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રવિવાર તા.૨-૧૦-૧૬ સવારે ૧૧.૩૦ વાગે ટેવિસ્ટોક સ્કવેરથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધીની શાંતિ યાત્રાનું આયોજન કરાયું છે. પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અપાશે. સંપર્ક. પ્રવિણ અમીન 07967 013 871
• લેસ્ટરના કોમ્યુનિટી સમાચારપત્ર ‘ગુજરાતી મેટ્રો’ દ્વારા ૨૧ સમાજસેવકોના સન્માન સમારંભનું રવિવાર તા.૨-૧૦-૧૬ને ગાંધી જયંતિના
રોજ સવારે ૧૦ વાગે હિંદુ મંદિર, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર, LE5 4BD ખાતે કરાયું છે. સંપર્ક. 07565 501 505
• મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુકે) દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના, શ્રદ્ધાંજલિ અને ગીત સંગીતના કાર્યક્રમનું ગુરુવાર તા.૨૯-૯-૧૬ સાંજે ૬ વાગે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. શાકાહારી ડિનરની વ્યવસ્થા છે. સંપર્ક. 02084 273 413
અવસાન નોંધ
મૂળ કરમસદના વતની અને હાલ હેન્ડન - લંડન ખાતે રહેતા શ્રી હરીષચંદ્ર ઇશ્વરભાઇ પટેલનું તા. ૨૪મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ દુ:ખદ અવસાન થયું છે. સદ્ગતની અંતિમ ક્રિયા તા. ૨-૧૦-૧૬ રવિવારના રોજ સવારે ૧૦ કલાકે Golders Green Crematorium, Hoop Lane, London NW11 ખાતે કરવામાં આવશે. સંપર્ક: તારાબેન 020 8203 3871 અને મ્રદુલ કુમાર 07719 535 917.


comments powered by Disqus