સ્ટીફન લોરેન્સની હત્યાનો શકમંદ ડ્રગ રેકેટ ચલાવતો હતો

Thursday 22nd September 2016 06:19 EDT
 
 

 

લંડનઃ સ્ટીફન લોરેન્સની હત્યાનો શકમંદ નીલ એકોર્ટ (૪૦) જે હવે નીલ સ્ટુઅર્ટ તરીકે ઓળખાય છે તેણે તેના સસરા જોક વોસ અને અન્ય પાંચ લોકો સાથે મળીને ૨૦૧૪થી ૨૦૧૬માં બ્રિટનમાં £ ૪ મિલિયનનું ડ્રગ રેકેટ ચલાવ્યું હોવાની કબુલાત કિંગ્સ્ટન કોર્ટ સમક્ષ કરી હતી.

કોર્ટે ગાંજો અથવા ભાંગના સપ્લાયનું ષડયંત્ર ઘડવા બદલ લી બ્રીક્સ, પોલ બીવર્સ, ડેનિયલ થોમ્પસન અને જેમ્સ બોટનને પણ દોષિત ઠેરવ્યા હતા. આ તમામને ક્લાસ ‘બી’ ડ્રગ્સ પૂરું પાડવા બદલ ગુનેગાર ઠેરવાયા હતા અને તેમને આગામી નવેમ્બરમાં સજા સંભળાવવામાં આવશે.

એકોર્ટ અને તેનો ભાઈ જેમી એકોર્ટ તથા લ્યુક નાઈટ પર ૧૮ વર્ષીય સ્ટીફનની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, તેમને ક્યારેય દોષિત ઠેરવાયા ન હતા. સ્ટીફન લોરેન્સ હત્યાના મામલામાં BBC ના ક્રાઈમવોચ પ્રોગ્રામમાં નવેસરથી અપીલ કરવામાં આવી હતી. 


comments powered by Disqus