એશે આત્મહત્યાનો પ્રયાસ કર્યો?

Wednesday 07th December 2016 06:34 EST
 
 

હાલમાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર વહેતા થયા છે કે, ઐશ્વર્યા રાય બચ્ચને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. અહેવાલો પ્રમાણે ઐશ્વર્યા પોતાના લગ્નજીવનથી દુઃખી  છે. કહેવાય છે કે ‘યે દિલ હૈ મુશ્કિલ’માં ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે કેટલાક બોલ્ડ સીન આપ્યા તેનાથી બચ્ચન પરિવાર તેનાથી નારાજ છે. તેથી એશ સાથે બચ્ચન્સનું ઘર્ષણ ચાલ્યા કરે છે. જેના કારણે ઐશ્વર્યાએ પોતાના કાંડા પર કાપો મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો છે, પણ બચ્ચન પરિવારે ડોક્ટરને ઘરે જ બોલાવીને એશને બચાવી લીધી છે. એક બ્લોગ પર એવું પણ લખાયું હતું કે જેવી ઐશ્વર્યા ભાનમાં આવી કે તરત બોલી હતી કે ‘મને મરી જવા દો. આવી જિંદગી જીવવા કરતાં તો મરી જવું વધુ સારું છે.’ આ ઉપરાંત એશના કાંડે પાટો હોય એવા ફોટા પણ ફરતા થયા છે. જોકે બચ્ચન પરિવારના નજીકના મિત્રોએ આ અંગે કહ્યું હતું કે, આ અહેવાલ ખોટા છે.


comments powered by Disqus