ફિલ્મ રિવ્યુઃ ડિયર જિંદગી

Wednesday 07th December 2016 06:31 EST
 
 

ગૌરી શિંદે દિગ્દર્શિત ફિલ્મ ‘ડિયર ઝિંદગી’માં શાહરુખ ખાન અને આલિયા ભટ્ટની જોડી પહેલીવાર દેખાઈ છે, પણ પોતપોતાની દમદાર એક્ટિંગના લીધે આ જોડી પરદા પર જોવી ગમે છે. આલિયાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી માંડીને ‘હાઇવે’ સુધીની તમામ ફિલ્મોમાં ઉમદા અભિનય આપ્યો છે. ‘ડિયર ઝિંદગી’ની વાર્તા અને ડિરેક્શન ખૂબ જ સરસ છે. ફિલ્મના લોકેશન અને સિનેમેટોગ્રાફી પણ દર્શકોને જકડી રાખે તેવાં છે. શાહરુખ અને આલિયા સિવાય કુણાલ કપૂર, અંગદ બેદી અને અલી ઝફરની એક્ટિંગ પણ ફિલ્મમાં સારી છે.
વાર્તા રે વાર્તા
આ ફિલ્મ બીજી ફિલ્મો કરતાં હટકે છે અને એ જ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. ફિલ્મની વાર્તાનું સૌથી મહત્ત્વનું પાત્ર કાયરા (આલિયા ભટ્ટ) છે. તે એક સિનેમેટોગ્રાફર છે અને ફિલ્મ દિગ્દર્શન તેનું સપનું છે. તેની મુલાકાત ફિલ્મ નિર્માતા રઘુવેન્દ્ર (કુણાલ કપૂર) સાથે થાય છે. રઘુ સાથે તેની દોસ્તી થાય છે અને પછી તૂટી જાય છે. એ પછી કાયરાની મુલાકાત સિડ (અંગદ બેદી) અને રૂમી (અલી ઝફર) સાથે પણ થાય છે, પણ તેના તરંગી ખયાલોના કારણે સામેની વ્યક્તિઓને સમજાતું નથી કે કાયરા સાથે સંબંધ કેવી રીતે જાળવી રાખવો? તેથી કાયરાની કોઈની સાથે વધુ દોસ્તી જળવાતી નથી. તે જ્યારે મુંબઈથી ગોવા આવે છે ત્યારે તેની મુલાકાત ડોક્ટર જહાંગીર ખાન ઉર્ફે જગ (શાહરુખ ખાન) સાથે થાય છે. તે કાયરાને જીવન જીવનનો નવો દૃષ્ટિકોણ શીખવે છે અને કાયરા પોતાની જિંદગીમાં ખુશ રહેવા લાગે છે.


comments powered by Disqus