ઘાનામાં યુએસ એમ્બેસીની નકલી ઓફિસ મળી

Wednesday 07th December 2016 06:16 EST
 
 

અક્રાઃ ઘાનામાં છેલ્લા દસ વર્ષથી યુએસની નકલી એમ્બેસી ઓફિસ ચાલતી હતી. આ વાત અમેરિકાના વિદેશ મંત્રાલયના ધ્યાને આવતાં ઓફિસ પર રેડ પાડીને તેને બંધ કરી દેવાઈ છે, પરંતુ દસ વર્ષ સુધી આ ઓફિસ રીતે ચાલી કેવી રીતે એ આશ્ચર્ય ફેલાવે છે.
આફ્રિકાના પશ્ચિમ ભાગે આવેલા દેશ ઘાનાના પાટનગરમાં આ બે માળની ઓફિસ ઘાના અને તૂર્કીના સંયુક્ત ગુંડાઓની ટોળકી દ્વારા ચાલતી હતી. ઓફિસના ટેરેસ પર અમેરિકાનો ધ્વજ પણ ફરકતો રહેતો હતો. અહીં વ્યક્તિની જરૂર પ્રમાણે દસ્તાવેજો લઈને ૬ હજાર ડોલરની ફી વસૂલીને અમેરિકી વિઝા અપાતા હતા. અમેરિકી અધિકારીઓએ રેડ પાડી ત્યારે અહીંથી ભારત સહિત વિવિધ ૧૦ દેશોના ૧૫૦ પાસપોર્ટ, લેપટોપ-કમ્પ્યુટર, નકલી વિઝાના દસ્તાવેજો મળી આવ્યા હતા. ઓફિસમાં ઓબામાની વિશાળ તસવીર હતી. જેથી આવનારાને શંકા ન જાય કે આ ઓફિસ નકલી છે. અંગ્રેજી જાણનારા બે તૂર્કી અહીં એમ્બેસીના અધિકારીઓ તરીકે બેસતા હતા. કોઈ અમેરિકાના વિઝા માટે આવે તો તેમને અંગ્રેજીમાં સવાલો પણ થતા હતા. આ સાથે નેધરલેન્ડની નકલી એમ્બેસી પણ પકડાઈ છે.


comments powered by Disqus