ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે બીજી ડિસેમ્બરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નોટબંધીનો નિર્ણય લેવાયો છે તેનાથી સમાજનાં છેવાડાનાં માનવીઓ પરેશાન થઈ રહ્યા છે. મહેશ ભટ્ટે કહ્યું હતું કે, નોટબંધીથી ફિલ્મોનો કારોબાર પણ પ્રભાવિત થયો છે. બાકીના ઉદ્યોગો પર પણ ફરક પડ્યો છે, પરંતુ હાલમાં જોકે ૫૦ દિવસનો સમય માગવામાં આવ્યો છે તો એટલા દિવસો સુધી તો પ્રતીક્ષા કરવાની જ રહે છે.

