વેલિંગ્ટનઃ ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન જોને સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા માટે આ આકરો નિર્ણય છે. કૌટુંબિક કારણોસર રાજીનામું આપ્યું છું. અન્ય કારણો પણ છે. રાજકારણ છોડવાનો મારા માટે આ યોગ્ય સમય છે. પુખ્ત થઇ ગયેલા બાળકો પિતાની ફરજોને કારણે ખૂબ જ દબાણમાં રહે છે અને જીવનમાં ખૂબ હસ્તક્ષેપનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભવિષ્ય માટે કોઇ યોજના નથી બનાવી પરંતુ સંસદ સભ્ય રહીશ કે જેથી મતદાન વિસ્તારને સામાન્ય ચૂંટણીઓ પહેલાં ચૂંટણીનો સામનો ના કરવો પડે.
લોકોને લાગતું હતું કે ચોથી મુદત માટે પણ તેઓ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવશે, પરંતુ જોને કહ્યું હતું કે, હું વિશ્વના બાકીના નેતાઓની જેમ એવી ભૂલ નથી કરવા માગતો.

