નોટબંધીથી સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓને પણ બેંક કે એટીએમની લાઇનમાં ઊભું રહેવું પડે છે. અભિનેતા અનિલ કપૂર પણ નાણા ઉપાડવા માટે હાલમાં એક એટીએમની લાઇનમાં ઉભો હતો. ત્યાં અનિલ કપૂર સાથે કેટલાક પ્રશંસકોએ સેલ્ફી પણ લીધી હતી. અનિલ કપૂરે ૩૦મી નવેમ્બરે તેના ટ્વિટર એકાઉન્ટ પર બે મહિલા પ્રશંસકો સાથેની પોતાની આવી સેલ્ફી ટ્વિટ કરી હતી. જેમાં તે કાળા રંગના જેકેટમાં એટીએમની બહાર લાઇનમાં પોતાનો વારો આવે એની રાહ જોતો નજરે આવ્યો હતો. તેણે ટ્વિટર પર લખ્યું કે, એટીએમની લાઇનમાં સેલ્ફી લઈ રહ્યો છું. નોટબંધીને કારણે મને તેમને મળવાની તક મળી.

