• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૧૭-૧૨-૧૬ સાંજે ૬ વાગે વિલિયમ ટોર્બિટ પ્રાઈમરી સ્કૂલ, ન્યુબરી પાર્ક, ઈલફર્ડ, એસેક્સ IG2 7SS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• જલારામ મંદિર, ગ્રીનફર્ડ વેડ્સવર્થ રોડ, પેરિવેલ, UB6 7JDખાતે રવિવાર તા.૧૮-૧૨-૧૬ બપોરે ૨થી સાંજે ૫.૩૦ દરમિયાન બાળકોના ભજનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8578 8088
• શ્રી ભારતીય મંડળ, ટેમિસાઈડ દ્વારા ચિલ્ડ્રન્સ ક્રિસમસ પાર્ટીનું શનિવાર તા.૧૭-૧૨-૧૬ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, ૧૦૩, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01613 302 085
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા છત્રપતિ શિવાજી મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી, પૂણેના લાભાર્થે લેખક અને પત્રકાર ફ્રાન્કોઈસ ગોટિયર દ્વારા ભારતના ઈતિહાસ પર પ્રવચનનું રવિવાર તા.૧૮-૧૨-૧૬ બપોરે ૨ વાગે બેલ્ગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 161 684
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે શનિવાર તા.૧૦-૧૨-૧૬ સાંજે ૪.૩૦થી રાત્રે ૮.૩૦ દરમિયાન પદ્મવિભૂષણ ડો. એમ બાલામુરલીકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પવા કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 07936 895 346.
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૧-૧૨-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર સાવિત્રીબેન વ્હીગ અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૦-૧૨-૧૬ સાંજે ૭.૩૦ ગીતા જયંતી નિમિત્તે સમૂહ ગીતા પઠન • રવિવાર તા.૧૮-૧૨-૧૬ સવારે ૯.૩૦થી સાંજે ૪ દરમિયાન ભજન ભોજન. સંપર્ક. 01772 253 901
• સૂર ભારતી દ્વારા શનિવાર તા.૧૦-૧૨-૧૬ સાંજે ૪.૩૦ વાગે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ડે નિમિત્તે ચિલ્ડ્રન્સ ટેલેન્ટ શો અને વિમેન્સ રેમ્પ વોકનું આઈઝલવર્થ એન્ડ સ્યોન સ્કૂલ રીજ વે રોડ, આઈઝલવર્થ, TW7 5LJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07983 988 933
• ચંદ્રેશ્વર મહાદેવ મંદિર, ચાંપાબેરાજા, પો. લાખા બાવળ, તા. જી. જામનગર, ગુજરાત ખાતે ચાંપાબેરાજાના વતની શ્રી રમણીકલાલ કેશવજી શાહ દ્વારા શનિવાર તા.૧૦થી સોમવાર તા.૧૨-૧૨-૧૬ સુધી યજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે. તે દરમિયાન શોભાયાત્રા, નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, લઘુરુદ્ર યોજાશે. યજ્ઞના આચાર્ય શાસ્ત્રી શાંતિલાલ ડી ઠાકર (અમરેલીવાળા) છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે.
