સલમાન ખાને થોડા દિવસ પહેલાં જ મુંબઈ મ્યુનિસિપાલિટીને એક પત્ર લખીને ફરિયાદ કરી હતી કે તેના ઘરની સામે કેટલાક લોકો ખુલ્લામાં શૌચ કરે છે અને લોકોને જાહેરમાં શૌચ કરતા રોકવાનું પ્રોત્સાહન આપવા માટે તે બીએમસીને પાંચ મોબાઇલ ટોયલેટ આપશે. બીએમસીએ સલમાનના આ વિચારને વધાવી લેતાં મોબાઈલ ટોયલેટ પ્રોજેક્ટ માટે સલમાનને જ બ્રાન્ડ એમ્બેસેડર બનવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. સલમાને તેની એનજીઓ બીઇંગ હ્યુમન દ્વારા આ અંગે જાગૃતિ લાવવા મદદ કરવાનો ભરોસો પણ આપ્યો છે. બીએમસીના કમિશનર અજય મહેતા આ બાબતે સલમાનને ટૂંક સમયમાં મળશે તેવા પણ અહેવાલ છે.

