બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પાછલા થોડાક સમયથી ખભાના દુખાવાની વેદના વેઠી રહી હતી. ધીમે ધીમે તેના દુખાવામાં સતત વધારો થતો રહ્યો હતો. જેના પછી તે તેના પતિ શ્રીરામ નેનેની સલાહથી યોગ્ય સારવાર કરાવવા અમેરિકા જતી રહી છે. માધુરીના પતિ નેને ડોક્ટર હોવાથી અત્યાર સુધી તેઓ માધુરીનો કામચલાઉ ઇલાજ કરી રહ્યા હતા, પણ અસહ્ય દુખાવો થતાં તેમણે માધુરીને યુએસ જવા કહ્યું હતું. અહેવાલો પ્રમાણે આ દુખાવાનાના કારણે જ તેણેે એક રિયાલિટી શોમાંથી પણ લાંબી રજા લીધી હતી.

