પ્રખ્યાત ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે ટ્રિપલ તલાકના મુદ્દે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ઉપર તાજેતરમાં પ્રહારો કર્યાં છે. અખ્તરે ટ્વિટર પર આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે હું ટ્રિપલ તલાકને યોગ્ય ઠેરવવા બદલ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની કડક શબ્દોમાં નિંદા કરું છું. મુસ્લિમ લો બોર્ડ પોતાનાં જ સમુદાયનો સૌથી મોટો દુશ્મન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રિપલ તલાક અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બોર્ડે ટ્રિપલ તલાકને સાચા ઠેરવ્યા હતા. તેનું કહેવું છે કે કોર્ટ પર્સનલ લો બોર્ડની બાબતે દખલગીરી કરી શકે નહીં.

