• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૧૧-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• જાનકી આશ્રમ, ગુજરાતના લાભાર્થે શ્રી ચૈતન્ય શંભુ મહારાજના મુખે શ્રીમદ ભાગવત કથાનું શનિવાર તા.૧૭-૯-૧૬થી શુક્રવાર તા.૨૩-૯-૧૬ સુધી દરરોજ સાંજે ૪થી ૭ દરમ્યાન લક્ષ્મીનારાયણ ટેમ્પલ, હિંદુ કલ્ચરલ સોસાયટી ઓફ બ્રેડફર્ડ, લીડ્સ રોડ, બ્રેડફર્ડ BD3 9LS ખાતે આયોજન કરાયું છે. કથાનું ‘આસ્થા’ ચેનલ પર સીધું પ્રસારણ થશે. સંપર્ક. 01162 161 698
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસના ૧૨૯મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ૯મી યુકે રાષ્ટ્રીય સત્સંગ સભાનું શનિવાર તા.૧૭-૯-૧૬ સાંજે ૪ વાગે વિલિયમ ટોર્બિટ પ્રાઈમરી સ્કૂલ, ન્યુબરી પાર્ક, ઈલફર્ડ, એસેક્સ IG2 7SS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JNખાતેના કાર્યક્રમો • રવિવાર તા.૧૧-૯-૧૬ બાળકો માટે ગણેશ પૂજાનું આયોજન. ભોજનપ્રસાદની વ્યવસ્થા છે. • ગણેશ વિસર્જન ગુરુવાર તા.૧૫-૯-૧૬ સવારે ૧૦ વાગે. વિસર્જન માટે લીવરપુલ જવા કોચની વ્યવસ્થા છે. ટિકિટ માટે સંપર્ક. શ્રેયા 01772 253 901
• રઘુવંશી એસોસિએશન અને લોહાણા સમાજ સાઉથ લંડન દ્વારા પૂ.ચંદ્રેશભાઈ સેવકના મુખે શ્રી ભાગવત કથાનું બુધવાર તા.૧૪થી મંગળવાર તા.૨૦ સપ્ટેમ્બર સુધી દરરોજ સાંજે ૪થી ૮ દરમ્યાન લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ, પી વી રાયચુરા સેન્ટર, ક્રોયડન, CR0 1SH ખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. દિપક પટ્ટણી 07960 836 173.
• ઈસ્ટ લંડન ભક્ત મંડળ દ્વારા રામદેવ જયંતીનું રવિવાર તા.૧૮-૯-૧૬ બપોરે ૧૨થી સાંજે ૬ દરમ્યાન વિશ્વ હિંદુ પરિષદ મંદિર, ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ, એસેક્સ, IG1 1EE ખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. જયંતિભાઈ. 020 8500 4639
• શ્રી વલ્લભ નિધિ યુકે દ્વારા ભૂજના પૂ. શ્રૂત પ્રગ્યાજીના ‘ આવો આત્માને ઓળખીએ’ વિષય પર પ્રવચનનું શુક્રવાર તા.૯-૯-૧૬ સાંજે ૭ની આરતી બાદ શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 7737
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૦-૯-૧૬ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવિવાર તા.૧૧-૯-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540
• રશ્મીબેન અમીન અને પરિવાર દ્વારા ગણેશ ચતુર્થી પૂજા અને ભજનનું સોમવાર તા. ૫ થી રવિવાર તા.૧૧ સપ્ટેમ્બર દરમિયાન ૧૬, એલિંગ્ટન ક્રેસન્ટ, કિંગ્સબરી NW9 8JN ખાતે આયોજન કરાયું છે. તા. ૧૦ સાંજે ૭-૪૫ આરતી બાદ માયાબેન દિપક ભજન રજૂ કરશે. તા. ૧૧. લીટલ હેમ્પટન ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. સંપર્ક: 07932 790 245
• શ્રી ભારતીય મંડળ, ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, એશ્ટન-અંડર-લેન, લેંકેશાયર OL6 8JN દ્વારા તા.૧૫-૯-૧૬ સુધી આયોજિત ગણેશ મહોત્સવમાં દરરોજ ગણેશ પૂજા, ભજન અને ધૂન થશે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. શુક્રવાર તા.૯-૯-૧૬ સાંજે ૬.૩૦ બાળકો માટે ગણેશ પૂજા. ગુરુવાર તા.૧૫-૯-૧૬ સવારે ૮.૩૦ પૂજા, આરતી બાદ લીવરપુલ ખાતે ગણેશ વિસર્જન કરાશે. કોચની વ્યવસ્થા છે. સંપર્ક. ઉત્તમભાઈ 07942 820 882
• શ્રી રામકૃષ્ણ સેન્ટર, આલ્ફ્રેડ સ્ટ્રીટ, લફબરો LE11 1NG દ્વારા શ્રી નરસીભાઈ રાજગોરના મુખે ભાગવત સપ્તાહનું રવિવાર તા.૧૮-૯-૧૬થી રવિવાર તા.૨૫-૯-૧૬ સુધી આયોજન કરાયું છે. સમય રવિવારે સવારે ૧૦થી ૧૨.૩૦ અને સોમથી શનિ રાત્રે ૬.૩૦થી ૮.૩૦ રહેશે. સંપર્ક. હંસાબેન 01509 231 631
• લંડન સેવાશ્રમ સંઘ ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB દ્વારા શતાબ્દિ ઉજવણી નિમિત્તે મંદિર દર્શન પ્રવાસનું શનિવાર તા.૧૭-૯-૧૬ આયોજન કરાયું છે. કોચ સવારે ૮ વાગે આશ્રમથી ઉપડશે. સંપર્ક. 020 8743 9048
• ભારત વેલ્ફેર ટ્રસ્ટના ઉપક્રમે શ્રી ચૈતન્ય શંભુ મહારાજની ઉપસ્થિતિમાં રાધાજી અષ્ટમીની ઉજવણી શનિવાર તા.૧૦ અને રવિવાર તા.૧૧ બપોરે ૧થી ૪ દરમ્યાન રાધાકૃષ્ણ ટેમ્પલ ૩૩ બાલમ હાઈરોડ, લંડન SW12 9AL ખાતે કરવામાં આવશે. રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે. સંપર્ક. 02086 753 831
• શ્રી સોરઠીયા વણીક એસોસિએશન દ્વારા સામુદ્રી માતાના પાટોત્સવનું આયોજન તા: ૧૧-૯-૧૬ રવિવારના રોજ સવારે ૧૧થી રાતના ૮ દરમિયાન કેનન્સ હાઇસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે રાખવામાં આવેલ છે. હવન, પ્રસાદ, રાસ-ગરબા, સંગીતનો લાભ મળશે. સંપર્ક: સુધા માંડવીયા 07956 815 101.
• સોજીત્રા સમાજની ૪૪મી વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ સંમેલનનું રવિવાર તા.૧૮-૯-૧૬ બપોરે ૪થી રાત્રે ૧૦ દરમ્યાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, મીડલસેક્સ HA2 8AX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વીનેશભાઈ 07802 718 860.
• પંકજ સોઢા દ્વારા મુંબઈના એવોર્ડ વિજેતા નાટક ‘ધ વેઈટીંગ રૂમ્સ’ના શોનું • બુધવાર તા.૨૧-૯-૧૬ સાંજે ૭ ભારતીય વિદ્યા ભવન, કેસલટાઉન રોડ, લંડન W14 9HQ ખાતે આયોજન કરાયું છે. ટિકિટ માટે સંપર્ક. સુરેન્દ્ર પટેલ 07941 070 217 • શુક્રવાર તા.૨૩ સાંજે ૭.૪૫ વુડબ્રીજ હાઈસ્કૂલ, વુડફર્ડ ગ્રીન, IG8 7DQ સંપર્ક. સુભાષભાઈ 07977 939 457 • શનિવાર તા.૨૪ રાત્રે ૮ વિન્સ્ટન ચર્ચિલ થિયેટર, રાઈસ્લીપ HA4 7QL સંપર્ક.હરસુખભાઈ 07777
629 316
• વેમ્બલી હાઈ ટેક્નોલોજી કોલેજ, ઈસ્ટ લેન, નોર્થ વેમ્બલી HA0 3NTની ઓપન ઈવનીંગ બુધવાર તા.૧૪-૯-૧૬ના રોજ સાંજે ૫.૩૦થી ૮.૩૦ રાખવામાં આવી છે. સંપર્ક. 020 8385 4800
• BAPA'S YOUTH દ્વારા ૨૪ કલાક અખંડ ધૂનનું શનિવાર તા.૧૭. બપોરે ૩થી રવિવાર તા.૧૮-૯-૧૬ સુધી શ્રી જલારામ મંદિર, વેડ્સવર્થ રોડ, પેરિવેલ UB6 7JD ખાતે આયોજન કરાયું છે. પ્રસાદ અને લાઈટ રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8578 8088.
