લાહોરઃ વર્ષ ૨૦૧૦માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગ કરનારા મોહમ્મદ આમેરને પાકિસ્તાને ચાલુ વર્ષે યોજાનારા ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. આમેર પર ૨૦૧૦માં સ્પોટ ફિક્સિંગનો કેસ ચાલ્યો હતો. તેણે પાંચ વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ ગયા સપ્ટેમ્બરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસે પહોંચશે, જેમાં તેઓ ચાર ટેસ્ટ અને પાંચ વન-ડેની સિરિઝ તેમજ એક ટ્વેન્ટી૨૦ મેચ રમશે. પાકિસ્તાનનો ઈંગ્લેન્ડ પ્રવાસ છેક ૭મી સપ્ટેમ્બરે પૂરો થશે.
• ટેસ્ટ ટીમઃ હાફિઝ, મસૂદ, અસ્લમ, મિસબાહ (કેપ્ટન), યુનુસ ખાન, અઝહર અલી, શફિક, અહમદ, સરફરાઝ (વિકેટકીપર), રિઝવાન (વિકેટકીપર), બાબર, યાસિર શાહ, રિયાઝ, આમેર, રાહત અલી, ઇમરાન, સોહેલ ખાન

