ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની માર્ચ ૨૦૧૭માં આવી રહેલી ચૂંટણીના સંદર્ભે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે છ જૂને નિવેદન કર્યું હતું કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અયોધ્યામાં રામમંદિર બનાવવાનો મુદ્દો એજન્ડા પર હશે. આ નિવેદન બાદ તુરંત તેઓ ગુજરાત આવ્યા છે અને સાળંગપુર હનુમાન મંદિર ખાતે તેઓ લાંબુ રોકાણ કરીને કેટલાંક સંતો સાથે ચર્ચા કરી રહ્યાં છે. રાજકીય વર્તુળો કહે છે કે, અહીં કેટલાક સંતો સાથે રામમંદિર અંગે શું કરવું જોઈને તે અંગે ગુપ્ત એજન્ડા સાથે સંતો સાથે ચર્ચા કરીને આગામી રણનીતિ નક્કી કરે તેવી સંભાવના છે.
સાધુઓની હાજરી અને નેતાઓના લાંબા રોકાણથી રાજકીય ગરમ માહોલ ઊભો થયો છે. સાળંગપુર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ૭૭૦૦ જેટલાં સંતોની એક શિબિર ચાલી રહી છે. તેના દર્શન કરવા માટે ભાજપના પ્રમુખ આવ્યાં હોવાનું જાહેરમાં કહેવામાં આવી રહ્યું છે, પણ ભાજપના અત્યંત મહત્ત્વના રાજકીય એજન્ડા પર ઉપર સાધુઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે. જે આવતીકાલ સુધી ચાલુ રહેશે. અમિત શાહ સાળંગપુર હનુમાનના ભક્ત રહ્યાં છે. તેઓ અહીં ઘણી વખત કરીને નીકળી જતાં હોય છે, પણ આ વખતે તેઓ ૨૨ કલાક સુધી રોકાયા છે તે અત્યંત મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.
૩૩ કારના કાફલા સાથે તેઓ અહીં આવ્યા છે. રસ્તામાં ભાજપના ઘણા કાર્યકરો તેમનું સ્વાગત કરવા માગતા હતા, પરંતુ તે તમામને સ્વાગત નહીં કરવા કહી દેવાયું છે, પરંતુ બરવાળા નગરપાલિકાના ભાજપના નેતાઓને જ તલવારની ભેટ આપીને સ્વાગત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સ્વાગત સ્વીકારીને તેઓ હાઈવે પરથી જ સીધા સાળંગપુર નીકળી ગયા હતા.
યુપીમાં ચૂંટણી જીતવી આવશ્યક
સૂત્રોએ કહે છે કે, ઉત્તર પ્રદેશની ચૂંટણી જીવતી ભાજપ માટે અસ્તિત્વ માટે મહત્ત્વની છે. તેથી તે માટે જે કંઈ કરવું પડે તે કરવા તેઓ તૈયાર છે. ૨૦૦૨ પછી અહીં ભાજપની સરકાર બની નથી. જો આ ચૂંટણી જીતવામાં આવે તો જ રાજ્યસભામાં ભાજપની બેઠક વધે તેમ છે. અને તો જ રાજ્યસભામાં ભાજપને બહુમતી મળે તેમ છે. હાલ ઉત્તર પ્રદેશમાં ભાજપ ત્રીજા નંબર પર ચાલી રહ્યો છે. મતદારોમાં પ્રથમ પસંદગી મેળવવા માટે રામમંદિર સિવાય તેમની પાસે હવે કોઈ મુદ્દો રહેતો નથી. અહીં સરકાર બને તો જ આગામી લોકસભામાં ફરીથી સત્તા મેળવી શકાય તેમ હોવાથી યુપીને અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના આયોજન પર આધાર?
ભાજપ જાણે છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય ઉત્તર પ્રદેશના છપૈયા ગામ સાથે સારી રીતે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકોનું સંગઠન અને માઇક્રો પ્લાનિંગ શ્રેષ્ઠ હોય છે. જીએમડીસી મેદાનમાં ૨૫ ઓગસ્ટની ક્રાંતિ રેલી માટે પાટીદોરનું જે પ્લાનિંગ અને વ્યવસ્થા પણ આ સંપ્રદાયને મળતી આવતી હતી. આવું માઈક્રો પ્લાનિંગ પાટીદોરના યુવાન નેતાઓ કરી શકે તેમ નહોતા. ભાજપે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવી હોય તો આવા શ્રેષ્ઠ પ્લાનિંગ જરૂર છે.
હિંદુ લેબોરેટરી
હિંદુ લેબોરેટરી તરીકે પુનાએ ગુજરાતને પસંદે કરેલું છે. અગાઉ ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડીને રામમંદિર બનાવવા માટે ગુજરાતનો મહત્ત્વનો રોલ હતો તેમને ગુજરાતમાં જ ટ્રેન કરાયા હતા. અડવાણીએ સોમનાથથી જ રથયાત્રા કાઢી હતી. વીએચપીની ઝુંબેશ પણ ગુજરાતમાં સૌથી વધારે હતી. ગોધરાકાંડ અહીં જ થયો હતો. આમ પ્રયોગો અહીં થતાં આવ્યાં છે. હવે વધુ એક પ્રયોગ થાય તેવી શક્યતા છે.
યુપીની કુલ ૪૦૩ સીટ
૨૨૫ એસપી, ૮૦ બીએસપી, ૪૭ બીજેપી, ૨૬ કોંગ્રેસ
સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ હાલ મુખ્ય પ્રધાન છે. હાલ ભાજપ ત્રીજા સ્થાને બેઠકો ધરાવે છે પ્રજા માનસમાં હાલ ત્રીજા સ્થાને ભાજપ છે.

