સંસ્થા સમાચાર અંક તા. ૧૧ જૂન ૨૦૧૬

Tuesday 07th June 2016 14:44 EDT
 

• ભગવતી શક્તિપીઠ, એલાન્ડ સ્ટ્રીટ, નોટિંગહામ NG7 7DY ખાતે પૂ.ચિન્મયાનંદ બાપુ (હરિદ્વાર)ની રામકથાનું ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટ દ્વારા બુધવાર તા.૧૫ થી મંગળવાર ૨૧ જૂન દરમિયાન દરરોજ બપોરે ૩ થી સાંજના ૬ સુધી આયોજન કરાયું છે. સંપર્કઃ નીશા દીદી 07930 271 934.
• નેહરુ સેન્ટર, ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે ‘ટાઈમલેસ ઈન્ડિયા’ કુમાર મંગવાણીનું ફોટો એક્ઝિબિશન તા. ૯ - ૧૦ જૂન સાંજે ૬.૧૫ કલાકથી. સંપર્ક. 020 7491 3567.
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો • શુક્રવાર તા.૧૦ જૂન બપોરે ૧.૪૫થી સાંજના ૭.૩૦ સુધી બ્લડ ડોનેશન કેમ્પ • ગુરુવાર તા.૧૬ જૂન સાંજે ૭.૩૦ની આરતી બાદ ગાયત્રી જયંતી નિમિત્તે ૧૦૮ ગાયત્રી મહામંત્રના સમુહ જાપનું આયોજન કરાયું છે. સંપર્ક 01772 253 901.
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૧૧ જૂન રાત્રે ૮ કલાકે ‘ભિન્ન અભિન્ન’ મ્યુઝિક કોન્સર્ટ • શુક્રવાર તા.૧૭ જૂન સાંજે ૬.૩૦ કલાકે સમા આર્ટ્સના ઉપક્રમે શુભેન્દ્ર રાવ અને સસ્કિયા રાવ – દી હાસનો સિતાર એન્ડ સેલો કોન્સર્ટ. સંપર્ક. 020 7381 3086.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૧ જૂન બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૧૨ જૂન બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૧૨-૬-૨૦૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર શારદાબહેન પટેલ અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી, યુકે દ્વારા ‘ચેન્જ યોર માઈન્ડઃચેન્જ યોર લાઈફ’ વિષય પર વર્કશોપ. રવિવાર તા. ૧૨ જૂન બપોરે ૨થી સાંજના ૫.૩૦ સુધી ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ, ૬૫-૬૯ પાઉન્ડ લેન, લંડન NW10 2HH સંપર્ક. 020 8727 3350.
• સત્કર્મ હ્યુમેનિટેરિયન યુથ અવેકનીંગ મિશન (SHYAM) દ્વારા શ્રી ધ્રુવ છત્રાલિયાનું ‘ભગવદ્ ગીતા’ના પ્રથમ અધ્યાય પર પ્રવચનનું રવિવાર તા.૧૨-૬-૧૬ બપોરે ૧થી ૨.૩૦ BSNL કોમ્યુનિટી હોલ, ૧૨૮, ઈસ્ટ લેન, નોર્થ વેમ્બલી HA0 3NL ખાતે આયોજન કરાયું છે.
• આર્ટ ઓફ લિવિંગ, માન્ચેસ્ટર દ્વારા શ્રી શ્રી રવિશંકરના ‘મેડિટેશન 2.0 ગો ડીપર’ કાર્યક્રમનું રવિવાર તા. ૧૨-૬-૧૬ સાંજે ૫.૩૦ કલાકે બ્રીજવોટર હોલ, લોઅર મોઝ્લી સ્ટ્રીટ, માન્ચેસ્ટર M2 3WS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 0161 907 9000.
• વડતાલ ધામના નવા હિંદુ મંદિરનો અમેરિકાના હ્યુસ્ટનમાં શિલાન્યાસ મહોત્સવ રવિવાર તા.૧૨ જૂન ૨૦૧૬ સવારે ૯થી ૧૨ તેમજ તા. ૮થી ૧૨ જૂન દરમિયાન શ્રીમદ સત્સંગિજીવન કથાનું આયોજન કરાયું છે.
• સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી, યુકે દ્વારા ‘ભગવદ્ ગીતા’ના સિદ્ધાંતો પર મેનેજમેન્ટ સેમિનારનું શનિવાર તા.૧૮-૬-૧૬ના રોજ સવારે ૯.૩૦ કલાકે સંગત સેન્ટર, સાન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રવીણ પટેલ 0796 0376 229.
• નવનાત વણિક ભગિની સમાજના ઈસ્ટ લંડન અને ઈસેક્સ ભગિની મંડળ દ્વારા શનિવાર તા.૧૮-૬-૧૬ના રોજ ‘૨૦૧૬ ત્રિવેણી સંગમ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. ભારતીબહેન 07947 144 080.
• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના મુખે શ્રીનાથ ચરિત્રામૃત કથાનું રામ મંદિર, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે શનિવાર તા. ૧૮ થી શુક્રવાર તા. ૨૪ જૂન દરમિયાન આયોજન કરાયું છે. કથાનો સમય શનિવારે સાંજે ૫થી ૭, રવિવારે સાંજે ૪થી ૭ અને સોમવારથી સાંજે ૫થી ૮નો રહેશે. વધુ વિગતો માટે જુઓ જાહેરાત પાન નં. 29. સંપર્ક રૂપાબહેન કક્કડ 07767 254 165.


comments powered by Disqus