અક્ષય કુમાર મહારાષ્ટ્રના યેવતમાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત ગામોમાંના એક ગામને દત્તક લેવાનો છે. યેવતમાલના જિલ્લા કલેક્ટર સચિન્દ્ર સિંહના જણાવ્યા મુજબ, મુંબઈના એક કાર્યક્રમમાં અક્ષયની મુલાકાત મહારાષ્ટ્રના નાણા પ્રધાન સુધીર મુંગતિવાર સાથે થઈ હતી. જેમાં તેમણે યેવતમાલના દુકાળ વેઠતા ખેડૂતોની વાત કરી જે સાંભળ્યા પછી અક્ષયે યેવતમાલના ગામને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

