એક કન્નડ ફિલ્મ ‘મસ્તીગુડી’નું શૂટિંગ બેંગલુરુમાં ચાલતું હતું. ટિંપાગોંડાના હલ્લી સરોવરમાં ક્લાઇમેક્સના શોટ લેવાઈ રહ્યા હતા. ફિલ્મના લીડ એક્ટર દુનિયા વિજય સાથે વિલનનો રોલ ભજવી રહેલા બે અન્ય કલાકારો ઉદય તથા અનિલને હેલિકોપ્ટરમાંથી સરોવરમાં કૂદકો મારવાનો હતો. ત્રણેએ હેલિકોપ્ટરમાંથી લગભગ ૧૦૦ ફૂટની ઊંચાઇએથી પાણીમાં કૂદકો માર્યો હતો. શોટ લેવાઈ ગયા પછી વિજય તરીને બહાર આવી ગયો હતો, પરંતુ ઉદય અને અનિલ ડૂબી ગયા હતા. બંનેની શોધખોળ ચાલે છે. પોલીસે જણાવ્યું કે, શૂટિંગ વખતે સુરક્ષાના માપદંડો ધ્યાનમાં નહોતાં લેવાયાં. તેમની આજુબાજુ મોટરબોટ પણ નહોતી. નિર્માતા અને નિર્દેશક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

