જરૂરતમંદોને મદદરૂપ થતી ફૂડ ફોર ઓલ ચેરિટી

Thursday 10th November 2016 08:36 EST
 

લંડનઃ ફૂડ ફોર ઓલ છેલ્લાં ૨૪ વર્ષથી લંડનના વિવિધ વિસ્તારોમાં રહેતા નાગરિકત્વ વિનાના લોકોને ભોજન પૂરું પાડતી કોઈપણ પ્રકારની આર્થિક સહાય વિના ચાલતી ચેરિટી છે. ફૂડ ફોર ઓલ અઠવાડિયાના છ દિવસ ૧,૦૦૦ લોકોને ગરમ શુદ્ધ અને શાકાહારી ભોજન પૂરું પાડે છે. તેની ચેરિટી શોપ તીવ્ર ઠંડીના સમયગાળામાં કોઈપણ જરૂરતમંદ વ્યક્તિને ટાઢથી રક્ષણ મેળવવા માટે કપડા આપે છે.

ક્રિસમસ નજીક આવી રહ્યું છે અને આ સમયે તેઓ તેમની સેવા મેળવનારા લોકોને શક્ય તેટલી તમામ મદદ કરવા તૈયાર રહે છે. ફૂડ ફોર ઓલ જે સંસ્થાઓ પાસે ખોરાકનો વધારાનો બીનજરૂરી સ્ટોક હોય તેમનો સંપર્ક કરે છે અને તેને કચરા પેટીમાં જતો અટકાવી તેનું જરૂરતમંદોને વિતરણ કરે છે. ફૂડ ફોર ઓલ જે લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને લીધે કપડાં ખરીદી શકતા નથી અથવા ભોજન મેળવી શકતા નથી તેમના માટે ખોરાક અને કપડાં પૂરા પાડવા લોકોને અનુરોધ કરે છે.

ફૂડ ફોર ઓલ અન્ય ચેરિટીઓ સાથે મળીને કાર્ય કરે છે અને તેમના સર્વિસ યુઝર્સ પાસેથી પણ વધેલો બીનજરૂરી ખોરાક અને કપડાં મેળવીને જરૂરિયાતવાળા લોકોને પહોંચાડે છે. આમ તે આ સમગ્રીને કચરાપેટીમાં જતી અટકાવીને જરૂરતમંદોને મદદરૂપ થાય છે. આ તેમનું શ્રેષ્ઠ કાર્ય છે.

ફૂડ ફોર ઓલ ઘરવિહોણાં લોકો માટે કપડાં અને શૂઝ, શાકાહારી ફૂડ બેંકમાં સ્ટોક એકત્ર કરવા માટે બગડી ન જાય તેવો ખોરાક, શિયાળામાં ઘરવિહોણા લોકોને રાહત પૂરી પાડવા માટે સ્લીપીંગ બેગ્સ, ઘરવિહોણા લોકોને તેમની વસ્તુઓ લઈ જવા માટે બેકપેક્સ, ઠંડીમાં રક્ષણ માટે કેમ્પીંગ ટેન્ટ્સ વગેરે પૂરા પાડવા માટે અનુરોધ કરે છે. આ ઉપરાંત, ફૂડ ફોર ઓલને તેની શોપમાં વેચાણ માટે મૂકવાની ચીજવસ્તુઓ મોકલવા અપીલ છે. તેના વેચાણથી મળનારી રોકડ રકમ તેના ફૂડ પ્રોજેક્ટમાં મદદરૂપ થશે.

આપને એવું લાગતું હોય કે આપ ખોરાકનો કે કપડાનો વધારાનો જથ્થો કચરાપેટીમાં જતો અટકાવવા માગો છો, તો તે જરૂરતમંદ લોકોને પહોંચાડવા માટે જેની મેથિઆસ (મેચલેસ ગીફ્ટ્સના ફૂડ ફોર ઓલ મેનેજર-એડમીન)નો 07900 204746 પર સંપર્ક કરવો અથવા સોમવારથી શુક્રવાર દરમિયાન મીડ ડેથી સાંજના ૬ સુધીમાં મેચલેસ ગીફ્ટ્સ ચેરિટી શોપના નંબર 0209 617 0499 પર કોલ કરીને કોઈપણ વોલન્ટિયર સ્ટાફને તેના માટેનો મેસેજ આપવો. 


comments powered by Disqus