રાજસ્થાનનાં કાંકરોલી પોલીસ સ્ટેશનમાં ડ્રામા ક્વિન રાખી સાવંત વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળો અશ્લિલ ડ્રેસ પહેરવા અંગે ફરિયાદ નોંધાઈ છે. ડ્રામા ક્વિને ઓગસ્ટમાં અમેરિકાના પ્રવાસ દરમિયાન એક કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. જેના પર મોદીની તસવીરો હતી. ઉદયપુરનાં એક વકીલ પ્રજીત તિવારીએ આ સંબંધે ફરિયાદ કરતાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

